સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી:અમરેલીની સાયબર ક્રાઇમ પોલીસે રિપબ્લીક ઓફ મોલ્ડોવા દેશના નાગરિક સાથે થયેલી ઓનલાઈન શોપિંગ ફ્રોડની તમામ રકમ પરત અપાવી

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ શખ્સે ઓનલાઈડ ફ્રોડની અરજી કરી હતી

અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમે Republic of Moldova દેશના નાગરિક સાથે થયેલી ઓનલાઈન શોપિંગ ફ્રોડની તમામ રકમ પરત અપાવી હતી. અમરેલીના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ શખ્સે ઓનલાઈડ ફ્રોડની અરજી કરી હતી.
ભાષાકીય પ્રોબ્લેમ હોવા છતાં પોલીસે રકમ પરત અપાવી
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તેમજ સાયબર ફ્રોડમાં ગયેલી રકમ પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાઓ આપી હતી. જેથી પરીણામલક્ષી કામગીરી કરવા જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ દ્વારા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એચ.કે.મકવાણા સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે Republic of Moldova દેશના એક નાગરિક એલિના પોડલેસ્નોવા તરફથી એક ઓનલાઈન શોપિંગ સાઇટ પરથી શોપિંગ માટે ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ, ઓનલાઈન શોપિંગ સાઇટ બંધ થઈ ગઇ હોવા છતા વસ્તુ કે પેમેન્ટ રીટર્ન નહી કર્યા અંગેની અરજી મળી હતી. જે અંગે ભાષાકીય પ્રોબ્લેમ (Language Barrier) હોવા છતા, અરજદાર સાથે યોગ્ય સુમેળ સાધી જરૂરી તમામ વિગતો મેળવી યોગ્ય કાર્યવાહી કરી, ઓનલાઇન ફ્રોડમાં ગયેલી તમામ રકમ ખુબ જ ટૂંકા સમયમાં સાયબર ક્રાઇમ પોલીસની ટીમે પરત અપાવી છે.

પોલીસનો આભાર માન્યો
અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમની કામગીરીથી પ્રભાવિત થઈને એલિના પોડલેસ્નોવાએ પોલીસ અધિક્ષક અને સાયબર ક્રાઇમ પોલીસને સંબોધિને આભાર વ્યક્ત કરતો શુભેચ્છા સંદેશ ઈમેઈલ દ્વારા મોકલ્યો હતો.
જિલ્લા પોલીસ વડાએ પણ કામગીરીની પ્રસંશા કરી
પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચનાથી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ રીપબ્લીક ઓફ મોલ્ડોવા દેશના નાગરિક સાથે થયેલી ઓનલાઈન શોપિંગ ફ્રોડની તમામ રકમ પરત અપાવવામાં સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીના પોલીસ ઇન્સપેક્ટર એચ.કે.મકવાણા, પો.સબ.ઇન્સ. જે.એમ.કડછા તેમજ સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીના પો.કોન્સ. અમીતભાઇ ઘેવરીયાનાઓને સફળતા મળતા જિલ્લા પોલીસ વડાએ પણ કામગીરીની પ્રસંશા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...