તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી સિવીલ હાેસ્પિટલમા અેક પ્રસુતા સારવાર લઇ રહી હાેય તેણે 181 ટીમની મદદ લીધી હતી. અા મહિલાઅે પરિવાર વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા હાેય અને બાદમા તેના પતિનુ અવસાન થયુ હાેય તે રઝળી પડી હતી. 181 ટીમે તાબડતાેબ અહી દાેડી જઇ મહિલાના સાસરીયા અને પિયર પક્ષ સાથે સમજાવટ કરી હતી અને બાદમા તેને સારવાર માટે રાજકાેટ દવાખાને રીફર કરાઇ હતી.
અમરેલી 181ની ટીમને અમરેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પ્રસુતાઅે જણાવ્યું હતું કે, મારા પ્રેમ લગ્ન થોડા વર્ષ પહેલા થયા છે. પરંતુ મારા પતિનું 15 દિવસ પૂર્વે મોત થયું છે. મારી સાથે કોઈ સારવારમાં નથી. અને ડોક્ટરે વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં જવાનું કહ્યું છે. પરંતુ મે પ્રેમ લગ્ન કર્યા હોવાથી મારી સાથે કોઈ નથી. મારે મદદની જરૂર છે.
જેના પગલે 181ની ટીમે તાબડતાેબ અહી દાેડી જઇ મહિલાના સાસરીયાની મુલાકાત લઈ સમજણ આપી હતી. તો બીજી તરફ તેમના પિયર પક્ષને રૂબરૂ મળી તેમની દીકરીની હાલત જાણવા માટે પરામર્શ કરી હતી. 181એ બંને પક્ષને સહમત કરી પ્રસુતાને રાજકોટ સારવાર માટે ખસેડાઇ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.