ધોધમાર વરસાદ:અમરેલીમાં મોડી રાતે વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમરેલી20 દિવસ પહેલા

રાજ્યભરમા હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી આપવામાં આવી હતી. ત્યારે મોડી રાતે અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ભારે વરસાદના કારણે શહેરમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાવરકુંડલા, લીલીયા, લાઠી, રાજુલા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. મોડી રાતે વીજળીના કડાકા ભડાકાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો થોડીવાર માટે કરવો પડ્યો હતો

બપોર બાદ અસહ્ય ગરમી અને બફારો હતો
દિવસ દરમિયાન બપોરના સાંજ સુધી અસહ્ય ગરમી અને બફારો વધ્યો હતો. મોડી રાતે ધોધમાર વરસાદના કારણે લોકોએ રાહત અનુભવી હતી. વરસાદના કારણે અનેક વિસ્તારમાં થોડીવાર માટે પાણી ભરાયા હતા, પરંતુ પાણી હાલમાં ઓસરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...