તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:કોરોના સંક્રમણ ઘટતા અમરેલીને 79 દિ' બાદ રાત્રી કફર્યુમાંથી મુક્તિ અપાઇ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 જુલાઈ સુધીમાં વેપારી અને સ્ટાફે વેક્સિન લેવી પડશે: કોર કમિટી

અમરેલી શહેરમાં 79 દિવસ બાદ કોરોનાના કેસ ઘટતા રાજ્યની કોર કમિટીએ રાત્રી કર્ફયુમાંથી મુક્તિ આપી હતી. પણ વેપારી અને સ્ટાફે 10 જુલાઈ સુધીમાં કોરોના રસી ફરજીયાત લેવી પડશે. અંતે કોરોનાની બીજી લહેરમાં લાંબા સમય બાદ રાત્રી કર્ફયુ હટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમરેલીમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારે 7 એપ્રિલના રોજ રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફયુ લાદયો હતો. તેમજ બજરોમાં મીની લોકડાઉન જાહેર કર્યું હતું. અંતે અમરેલીમાં કોરોના સંક્રમણ ઘટતા મીની લોકડાઉન હટાવવામાં આવ્યું હતું. અને રાત્રી કર્ફયુ યથાવત રાખ્યો હતો. ગઈકાલે રાજ્યની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં અમરેલીમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી રાત્રી કર્ફયુ સંપૂર્ણ હટાવી લેવામાં આવ્યો હતો. બીજી તરફ અમરેલીમાં રાત્રે વેપાર ધંધાની છૂટ મળી પણ વેપારી અને સ્ટાફે 10 જુલાઈ સુધીમાં વેક્સીન ફરજીયાત પણે લેવાની રહેશે. તેમજ લગ્ન પ્રસંગમાં માત્ર 100 વ્યક્તિ એકત્રીત થઈ શકશે. શહેરમાં 79 દિવસ બાદ રાત્રી કર્ફયુ હટતા વેપારી આલમમાં ખુશીનો માહોલ છવાયો હતો.

અમરેલી એસટીમાં હજુ પણ 40 ટકા સંચાલન બંધ
અમરેલી એસટી ડિવિઝનના વિભાગીય નિયામક બી.સી.જાડેજાએ જણાવ્યું હતું કે ઉપરથી આદેશ આવ્યા નથી. જેના કારણે 40 ટકા સંચાલન અત્યારે અમરેલીમાં બંધ છે.> બી. સી. જાડેજા, વિભાગીય નિયામક

અન્ય સમાચારો પણ છે...