તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:અમરેલીમાં 24 જાન્યુના 22માં સર્વજ્ઞાતિય સમુહલગ્ન યોજાશે, જય વેલનાથ સમુહ લગ્ન સમિતિનું આયોજન

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 24 જાન્યુઆરીના રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઈડલાઈન મુજબ લગ્ન સમારોહ યોજાશે. જિલ્લામાં કોરોના ના કારણે લગ્ન સમારંભ પર માઠી અસર પહોંચી છે. અનેક જગ્યાએ સમૂહ લગ્ન રદ કરવામાં આવ્યા છે. ત્યારે અમરેલીમાં જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કોરોના કાળમાં સરકારી નિયમ સાથે 22માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. અમરેલીમાં 24 જાન્યુઆરીએ સમૂહ લગ્ન યોજાશે.જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિના ધીરૂભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે લગ્નમાં દિવ્યાંગ, વિકલાંગ, માતા - પિતાનું અવસાન થયેલ હોય તેવા આધારો સાથે નોંધણી શરૂ છે. નોંધણી માટે પ્રવીણભાઈ મોલાડીયા, મુકેશભાઈ સોલંકી અને જયેશભાઈ થળેસાનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો