ચમત્કારિક બચાવ:અમરેલીના મોટા આંકડિયા ગામે 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા બાદ પણ આધેડ બચી ગયા

અમરેલી15 દિવસ પહેલા
  • સ્થાનિક અને ફાયરબ્રિગેડે 1 કલાકની જહેમત બાદ આધેડને કૂવામાંથી બહાર કાઢ્યા

અમરેલીના મોટા આંકડિયા ગામમાં એક વાડીમાં કૂવો બાંધતી સમયે મજૂરી કામ કરી રહેલા એક આધેડ કૂવામાં ખાબકતા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું હતું. 50 ફૂટ ઊંચાઈએથી ખાબક્યા હોવા છતા મજૂરનો ચમત્કારિક બચાવ થયો હતો. ફાયરબ્રિગેડ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી આધેડને બચાવી લીધા હતા.

અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે ભગવાન સિંહ વાળાની વાડીમાં કૂવો બાંધવાની કામગીરી દરમિયાન કુંકાવાવ ગામના રહેવાસી મનસુખભાઇ માધડ 43 વર્ષીય અકસ્માતે 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતા આસપાસના લોકો ગ્રામજનો દ્વારા અમરેલી ફાયર કંટ્રોલને ટેલિફોનિક પ્રથમ જાણ કરી હતી. ત્યારબાદ અમરેલી ફાયર વિભાગની ટીમના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. એક કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ગામલોકો પણ જોડાયા હતા. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા દોરડા અને ખાટલાની મદદથી આધેડને 50 ફૂટ ઊંડા કૂવામાંથી સલામત રીતે બહાર કાઢતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...