મુસાફરોમા વધારો:અમરેલી એસટીની એપ્રીલ કરતા મે માસમાં 91 લાખની આવક વધી

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ માસમાં 2.22 લાખ મુસાફરો વધ્યા : વેકેશન સમયગાળામાં એસટીની આવકમાં વધારો

અમરેલી એસટી તંત્રએ એપ્રીલ કરતા મે માસમા 91 લાખની આવક વધી હતી. વેકેશન સમયગાળાના કારણે એક જ માસમાં એસટીમાં 2.22 લાખ મુસાફરો વધ્યા હતા. વેકેશન દરમિયાન લાંબા અંતરની એસટી બસોમાં મુસાફરોને ભારે ઘસારો જોવા મળ્યો હતો. તો ધાર્મિક સ્થળની સાથે સાથે પ્રવાસન સ્થળે પર મુસાફરો વધ્યા હતા.

એસટી ડિવીઝન હેઠળ અમરેલી, રાજુલા, બગસરા, ધારી, કોડિનાર, સાવરકુંડલા અને ઉના ડેપોનો સમાવેશ થાય છે. આ તમામ ડેપોમાં એપ્રીલ માસમાં 9.40 કરોડની આવકની સામે મે માસમાં એસટીની 91 લાખની આવક વધી 10.31 કરોડ સુધી આવક પહોંચી ગઈ હતી. સાથે સાથે એપ્રીલ માસમાં એસટીમાં 19.63 લાખ લોકોએ મુસાફરી કરી હતી. મે માસમાં 2.22 લાખ મુસાફરો વધી 21.85 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.

એસટી ડિવીઝનમાં એપ્રીલ માસમાં 276 વાહનો રસ્તા પર દોડ્યા હતા. તો મે માસમાં એસટીએ 278 વાહનોનું સંચાલન કર્યું હતું. એસટી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરથી 7 જુન સુધીમાં 10437 મુસાફરોએ ટીકીટ બુકીંગ કરી હતી. જેની એસટી તંત્રને રૂપિયા 2011157ની આવક થઈ હતી.

ક્યા ડેપોમાં 2 માસમાં કેટલા લાખની આવક?
ડેપોએપ્રીલમે
અમરેલી210.12221.59
બગસરા117.49133.51
ધારી126.1137.65
કોડિનાર90.67100.48
રાજુલા76.9989.5
સાવરકુંડલા177.51192.74
ઉના141.78155.76
ક્યા ડેપોમાં કેટલા લાખ મુસાફરોએ મુસાફરી કરી?
ડેપોએપ્રીલમે
અમરેલી5.666.18
બગસરા2.683.06
ધારી2.452.78
કોડિનાર1.741.82
રાજુલા1.291.62
સાવરકુંડલા3.443.88
ઉના2.372.52
અન્ય સમાચારો પણ છે...