તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:અમરેલી એસટી આજથી જન્માષ્ટમીના તહેવારને પગલે એકસ્ટ્રા બસ દોડાવશે

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરોને ધ્યાને રાખીને દ્વારકા, દાહોદ અને જાલોદ રૂટ પર બસ શરૂ કરાશે
  • જરૂર પડ્યે ડેપો દ્વારા હજુ પણ વધારે એકસ્ટ્રા બસ શરૂ કરવામાં આવશે

અમરેલી એસટી ડિવિઝન હેઠળ આવતા 7 ડેપોમાંથી જનમાષ્ટમીના તહેવારને ધ્યાને રાખી દ્વારકા, દાહોદ, અને જાલોદ જેવા શહેરોમાં એકસ્ટ્રા સંચાલન શરૂ કરાશે. આવતીકાલથી 7 જેટલી એકસ્ટ્રા બસ વિવિધ શહેરમાં દોડશે. તહેવારના પગલે એસટીની તમામ બસોમાં ચીક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજુરો મજુરી અર્થે વસવાટ કરે છે. આ લોકો તહેવારની ઉજવણી માટે પોતાના વતન તરફ પ્રયાણ કરે છે. તેમજ જનમાષ્ટમીના પર્વ નિમિતે લોકો દ્વારીકા સહિતના ધાર્મિક સ્થળ પર દર્શન અર્થે જતા હોય છે. અત્યારથી એસટી બસોમાં પણ ટ્રાફિકનો વધારો જોવા મળે છે. જેના કારણે અમરેલી એસટી વિભાગે જનમાષ્ટમીના તહેવારને ધ્યાને રાખી એકસ્ટ્રા સંચાલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

અમરેલી એસટીના ડીટીઓ વી.એસ. નથવાણીએ જણાવ્યું હતું કે તહેવારને ધ્યાને રાખીને આવતીકાલથી અમરેલીથી દાહોદ, ઉનાથી દ્વારીકા- ઓખા, બગસરાથી ફતેપુરા, સાવકુંડલાથી વાયા રાજકોટ – દાહોદ, કોડીનારથી વાયા સોમનાથ-જૂનાગઢ- રાજકોટ, ધારીથી જાલોદ અને રાજુલાથી રાજકોટ સુધીનું એકસ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરાયું છે. હજુ જરૂર પડ્યે પણ વધારે એકસ્ટ્રા શરૂ કરવામાંઆવશે. ગત વર્ષે કોરોનાની સ્થિતી વચ્ચે સમગ્ર ગુજરાતભરમાં લોકડાઉન લાગું કરાયું હતું. આ સમય ગાળા દરમિયાન એસટી સહિતના વાહનવ્યવહાર થંભી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...