નિર્ણય:અમરેલી ST એ વાવાઝોડા બાદ 47 ટ્રીપ ફરી શરૂ કરી

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજુલા, ઉનામાં મોટાભાગના વિસ્તારો બંધ હોવાથી સંચાલન રદ્દ

અમરેલી એસટી ડિવિઝને વાવાઝોડા બાદ 47 ટ્રીપ ફરી શરૂ કરી છે. અહીં રાજુલા અને ઉનામાં મોટાભાગના વિસ્તારો બંધ હોવાથી સંચાલન થભી ગયું છે. તેમજ એસટીને અંદાજીત 57 લાખનું નુકશાન થયું છે. અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. જેના કારણે ઠેર ઠેર માર્ગો પર વૃક્ષ ધરાશાય થયા હતા.

જેના પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. વાવાઝોડાના કારણે અમરેલી એસટી વિભાગ હેઠળ આવતા રાજુલા, ઉના, કોડીનાર, અમરેલી, બગસરા, સાવરકુંડલા અને ધારી ડેપોમાં 125 શિડયુલ બંધ કરી દેવામાં આવ્યું હતું. ​​​​​​​અમરેલી એસટી ડિવિઝનના ડિટીઓ નથવાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડા બાદ 19મી સવારે 7 વાગ્યાથી 2 કલાક સુધીમાં 47 ટ્રીપ શરૂ કરાઇ છે. તેમજ રાજુલા અને ઉના ડેપોમાં મોટાભાગના વિસ્તાર બંધ હોવાથી અત્યારે સંચાલન નથી.

અન્ય સમાચારો પણ છે...