તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવાર ફળ્યો:અમરેલી એસટીએ જન્માષ્ટમીના 4 દિવસમાં 1.14 કરોડની કમાણી કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિ દિવસની 21 લાખ આવકમાંથી 28.25 લાખ પર પહોંચી

અમરેલી એસટી ડિવીઝનને જનમાષ્ટમીના તહેવાર ફળ્યો હતો. અહી ચાર દિવસમાં 1.14 કરોડની એસટીએ આવક કરી હતી. વિભાગના સાતેય ડેપોમાં તહેવારો દરમિયાન માનવ મહેરામણ ઉમટ્યું હતું. બસ સ્ટેન્ડમાંથી ઉપડતી તમામ બસો ચીક્કાર ટ્રાફિક જોવા મળતો હતો. જનમાષ્ટમીના તહેવારમાં એસટી બસો ફૂલ હતી. ધાર્મિક સ્થળો પર જતી બસોમાં બુકીંગ પેક થઈ જતું હતું. ટ્રાફિકને ધ્યાને રાખીને અમરેલી, ધારી, સાવરકુંડલા, બગસરા, કોડિનાર, રાજુલા અને ઉના ડેપોમાંથી ધાર્મિક સ્થળ અને મેટ્રોસીટીમાં એસટીએ એકસ્ટ્રા બસો દોડાવી હતી.

સામાન્ય દિવસોમાં અમરેલી એસટીને પ્રતિ દિવસની 21 લાખની આવક થાય છે. પણ 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધીની એસટીની પ્રતિ દિવસની આવક 28.25 લાખ પર પહોંચી હતી.અમરેલી એસટી વિભાગના ડિટીઓ નથવાણીએ જણાવ્યું હતું કે જનમાષ્ટમીના તહેવારના ચાર દિવસમાં 1.14 કરોડની આવક થઈ હતી. તહેવાર સમયે જ આવકને વધારવા માટે એસટીના ડ્રાઈવર, કંટક્ટર સહિતના ડેપોકક્ષાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

એસટી વિભાગે તહેવારમાં 90 શેડ્યુલનું એકસ્ટ્રા સંચાલન કર્યું
અમરેલી એસટી વિભાગે જનમાષ્ટમીના તહેવારને ધ્યાને રાખી દાહોદ, ગોધરા, દ્વારીકા, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના જુદા જુદા શહેરોમાં 90 શીડ્યુલનું એકસ્ટ્રા સંચાલન કર્યું હતું. મુસાફરોના ધસારાના કારણે એસટીની આવકમાં વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...