નિર્ણય:અમરેલી ST ડિવીઝનને એક લિટર ડીઝલથી 4.5 કિ. મી ચાલતી 11 નવી બસ ફાળવાઇ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડિવિઝનમાં એક વર્ષમાં 50 વાહન સ્ક્રેપમાં જશે : નવી બસને લાંબા અંતરના એક્સપ્રેસ રૂટમાં ચલાવાશે

અમરેલી એસટી ડિવિઝનના 7 ડેપોમાં એક વર્ષમાં 50 બસના કિલોમીટર પૂર્ણ થતા સ્ક્રેપમાં જશે. અહીં એક લીટર ડીઝલથી 4.5 કિલોમીટર ચાલતી 11 નવી બસ ફાળવવામાં આવી છે. આ તમામને જુદા જુદા ડેપોમાંથી લાંબા અંતરના એક્સપ્રેસ રૂટ પર ચલાવવામાં આવશે.

અમરેલી એસટી ડિવિઝનમાં અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના અને કોડીનાર ડેપોમાં 361 બસ છે. જેમાંથી 50 જેટલી બસના એક વર્ષમાં કિલોમીટર પૂર્ણ થતા સ્ક્રેપમાં જશે. એસટી ડિવિઝનના ડી.એમ.ઇ ચાવડાએ જણાવ્યું હતું કે જેટલી બસ સ્ક્રેપ થશે. તેટલી બસ નવી આવશે. અત્યારે વિભાગને 11 નવી બીએચ6 બસ ફાળવવામાં આવી છે. આગામી વર્ષમાં હજુ 50 જેટલી બસ નવી આવશે. બીએચ6 વાહન પ્રદુષણ ઓછું ફેલાવે છે.

અમરેલી એસટીના ડિટીઓ નથવાણીએ જણાવ્યું હતું કે નવી આવેલ 11 બસમાંથી અમરેલીમાં 4, સાવરકુંડલામાં 2, બગસરા, 1 ધારી 1, રાજુલા 1, ઉના 1 અને કોડીનારમાં 1 બસ ફાળવવામાં આવી છે. નવી બસને અમદાવાદ, દ્વારકા, ફતેપુરા, રાજકોટના એક્સપ્રેસ રૂટમાં ચલાવવામાં આવશે.

જૂની બસ કેટલા કિલોમીટરની એવરેજ આપે ?
અમરેલી એસટીના વર્કશોપના સૂત્રોએ જણાવ્યું હતું કે એક બસ 10 લાખ કિલોમીટર ચાલે તેટલે તેમની એવરેજ 3.5 થી 4ની થઈ જાય છે. અને સ્ક્રેપનું વાહન એક લીટર ડીઝલથી 2.5 થી 3 કિલોમીટર ચાલે છે.

એસટીમાં વાહનના કિમી પૂર્ણ થયા પછી પણ હટાવતા નથી
અમરેલી એસટી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવરે જણાવ્યું હતું કે નવું વાહન આવે એટલે તેમને 6 લાખ કિલોમીટર સુધી એક્સપ્રેસ રૂટમાં ચલાવાય છે. તે બાદ 4 લાખ કિલોમીટર લોકલ રૂટમાં ચલાવાય છે.પરંતુ અમરેલી એસટી ડિવિઝનમાં કિલોમીટર પૂર્ણ થયા હોવા છતાં પણ સમયસર તેમને દૂર કરાતા નથી.> ડ્રાઇવર

અન્ય સમાચારો પણ છે...