દારૂના વેપલા પર પોલીસની તરાપ:અમરેલી જિલ્લામાં દેશી દારૂના અડ્ડાઓ પર અમરેલી SPની અલગ અલગ ટીમોના દરોડા, 25 આરોપીઓની ધરપકડ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલી 137 જગ્યાઓ પર દરોડા

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેડ કરવા ખાસ એક્શન પ્‍લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જેને લઈને આજે શુક્રવારે વહેલી સવારે દારૂની ભઠ્ઠી અંગેની પ્રોહિબિટેડ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઇસમોની અલગ અલગ કુલ 137 જગ્યાઓએ દરોડા પાડી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પકડી પાડી, પ્રોહિબિશનની પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા દેશી દારૂ 124 લિટર કિં. રૂ. 2,558 તથા આથો લિટર 794, કિં. રૂ. 1,588, દારૂ બનાવવા માટે ભઠ્ઠીના સાધનો કિં. રૂ. 968 મળી કુલ રૂ. 5,114નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ડ્રાઇવ દરમિયાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા કુલ અલગ અલગ 25 આરોપીઓને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના અને માર્ગદર્શન મુજબ દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે ઉત્પાદન, વેચાણ, સેવન અને વહન અટકાવવા દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો સામે અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા પ્રોહિબીશન ધારા હેઠળ કડક કાર્યવાહી કરવામા આવી છે. તેમજ કોઈપણ સંજોગોમાં દેશી દારૂનું વેચાણ નહિ ચલાવી લેવાય એવી તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓને પણ કડક સૂચના આપી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...