અમરેલી જિલ્લામાં ધામધુમથી હનુમાન જયંતિની ઉજવણી કરાશે. હનુમાન જયંતિની રજાના પગલે અમરેલી અને સાવરકુંડલા માર્કેટ યાર્ડ આવતીકાલે બંધ રહેશે. અહી તમામ પ્રકારની હરરાજી બંધ રહેશે. માર્કેટ યાર્ડમાં રવિ સીઝનની મબલ આવક થઈ રહી છે. સાથે સાથે કપાસનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 2500ને પાર પહોંચી ગયો છે. જેને પગલે યાર્ડમા કપાસની મબલખ આવક આવી રહી છે.
ઉપરાંત ઘઉં, ચણા, ધાણા સહિતની જણસની આવક છે. જિલ્લાના મુખ્ય એવા અમરેલી અને સાવરકુંડલા માર્કેટયાર્ડમાં આવતીકાલે હનુમાન જયંતિની રજા જાહેર કરાઈ છે. અહી તમામ જણસીની હરરાજી બંધ રહેશે. જો કે અમરેલી માર્કેટયાર્ડમાં શાકભાજીની હરરાજી રાબેતા મુજબ શરૂ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.