તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં ફાયરિંગ:અમરેલીના સરદાર સર્કલે ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ, હવામાં ગોળીબાર કરનારને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપ્યો

અમરેલી2 મહિનો પહેલા

અમરેલી શહેરના સરદાર સર્કલ પાસે ભરબપોરે ફાયરિંગની ઘટના બની હતી. બપોરે દોઢેક વાગ્યા આસપાસ બોલેરો કારમાંથી નીચે ઉતરીને એક શખસે હવામાં ફાયરિંગ કર્યું હતું. હવામાં ફાયરિંગ કરતો શખસ સીસીટીવીમાં આબાદ રીતે ઝડપાયો હતો. ઘટના બાદ અમરેલી પોલીસે ગણતરીની મિનિટોમાં જ રાજકોટના ભંગડા ગામના શખસને ઝડપી પાડ્યો હતો.

પોલીસે નાકાબંધી કરીને ફાયરિંગ કરનારને પકડી પાડ્યો
બાતમીને આધારે અમરેલી શહેરમાં આવેલા ચિતલ રોડ ઉપર સેન્ટર પોઈન્ટ તરીકે ઓળખાતા સર્કલની પાસે રોડ ઉપર એક ઈસમે પોતાની કાળા કાચવાળી બોલેરો ગાડી લઇ આવી ગાડીમાંથી નીચે ઉતરી તેની પાસે રહેલી રિવોલ્વરથી હવામાં ફાયરીંગ કર્યું હતું. જેની કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સી.સી.ટી.વી. કેમેરાના કુટેઝ જોતા મજકુર ઈસમ અમરેલી-બાબરા રોડ તરફ જતા જોવામાં આવતા તુરંત પોલીસ અધિક્ષકે અમરેલી એેસ.ઓ.જી., એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની અલગ-અલગ ટીમો બનાવી મજકુર ઈસમને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.ફાયરિંગ કરનાર ઈસમનો પીછો કરી તેમજ ચિતલ-બાબરા પાસે બેરીકેટીંગ તથા કોર્ડન કરાવી જે દરમિયાન જયવિરભાઇ બહાદુરભાઇ વાળા (ઉ.વ.43) ધંધો. ખેતી રહેવાસી ગામ-ભંગડા (સરધાર) તા.જી.રાજકોટને રિવોલ્વર સાથે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડ્યો હતો.

કબ્જે કરેલો મુદ્દામાલ
પકડાયેલ ઈસમના કબ્જામાંથી એક લોખંડની શોર્ટ રિવોલ્વર (અગ્નિશસ્ત્ર) કિ.રૂા.2,75,000 તથા જીવતા કાર્ટીસ નંગ–2, કી.રૂા.140/- તથા એક હવામાં કરેલા ફાયરિંગનું ખાલી કેચીસ તથા મહિન્દ્રા કંપનીની બોલેરો ફોર વ્હીલ રજી.નંબર GJ-03-LB-4545, કિ.રૂ.5,00,000 મળી કુલ કિ.રૂા.7,75,140ના મુદ્દામાલ સાથે ફાયરિંગ કરનાર સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી ફાયરિંગ કરનારને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો