તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:અમરેલી પોસ્ટ ઓફિસમાં 39 કર્મીઓની જગ્યા વણપૂરાયેલી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાતેદારોની પરેશાની : 1 કર્મચારીને 3 ટેબલ સંભાળવા પડે છે
 • અનેક વખત રજુઆત છતા મહેકમ અનુસાર ભરતી થતી નથી

અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં લાંબા સમયથી 39 કર્મચારીઓની જગ્યા ખાલી પડી છે. જેના કારણે ખાતેદારોના કામ સમયસર ન થતા મુશ્કેલી વેઠવી પડે છે. તો બીજી તરફ એક કર્મચારીને ત્રણ ટેબલ સંભાળવા પડે છે. અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રાહકો કામ અર્થે આવે છે.

અહીંની પોસ્ટ ઓફિસમાં કુલ 60 કર્મચારીઓનું મહેકમ છે. પરંતુ હાલ 21 કર્મચારીઓ જ ફરજ પર છે. બાકીની 39 જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. પોસ્ટ ઓફિસમાં રેગ્યુલર પોસ્ટમાસ્ટર, ડેપ્યુટી માસ્ટર, એપીએએસી 2, ક્લાર્ક અને પટ્ટાવાળાની પોસ્ટ પર કર્મચારીઓની ઘટ છે.જેના કારણે ખાતેદારોના મુખ્ય કામ સમયસર થતા નથી. તેમજ લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે. પોસ્ટ ઓફિસના અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારને વારંવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી મહેકમના અનુસાર સ્ટાફની ભરતી કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો