આરોપીઓ ઝડપાયા:અમરેલી પોલીસે અપહરણના ગુનામાં નાસ્તા ફરતા 4 આરોપીને ઝડપી પાડ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા સંદીપ અરજણભાઇ વણજારા(રહે- રાજપરા , તા.વિસાવદર, જિ. જુનાગઢ) નામના વ્યક્તિએ ફરિયાદ લખાવેલી હતી કે, પોતાને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને બન્ને ઘરેથી ભાગી ગયા હતા.

અપહરણ કર્યું હતું
આ દરમિયાન ત્રણ અજાણ્યા માણસોએ ગુનાહિત કાવત્રુ રચી ફોરવ્હીલ ગાડી નં. (GJ-16-AA-9003) તથા એક અલ્ટો ફોરવ્હીલ ગાડીમાં પોતાના માસાના ઘર નજીક આવી પોતાને તથા પ્રેમિકાને બળજબરીથી અલગ અલગ ફોરવ્હીલમાં બેસાડી પોતાનું તથા પ્રેમિકાનું અપહરણ કરી લઇ જઇ પોતાને રસ્તામાં માર મારી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી. એક બીજાની મદદગારી કરી કરતા આ બાબતે ફરિયાદ લખાવતા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં અમરેલી તાલુકા અલગ અલગ ગુનાની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો તેનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

પકડાયેલા આરોપીઓ
(1) નરેશ ઉર્ફે ઘુઘો કેશુભાઇ ઘાખડા (રહે. વડલી, તા.રાજુલા, જિ.અમરેલી.), (2) નાગજી હરજીભાઈ બાબરીયા (રહે.વડલી, તા.રાજુલા, જિ.અમરેલી), (3) દિનેશ નાનજીભાઇ બાબરીયા (રહે.વડલી, તા.રાજુલા, જિ.અમરેલી) અને (4) દેવકુ ગભાભાઇ વરૂ, (રહે. સમઢીયાળ (નેસડી), તા.ખાંભા, જિ.અમરેલી) આ આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...