તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર એલર્ટ:કોરોના સંક્રમણ વધતા અમરેલી પોલીસ તંત્ર એલર્ટ, કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના સંક્રમણ વધતા અમરેલી પોલીસ તંત્ર આજથી એલર્ટ રહેશે. શહેર અને સમગ્ર જિલ્લાના થાણા અધિકારીને કડક સૂચના આપી માસ્ક નહીં પેરનારા સામે દંડ લેવા અને સોશિયલ ડિસ્ટસનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે. તેમજ આજે જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગર વીડિયો કોન્ફ્રસન યોજ્યા બાદ અમરેલી જિલ્લામાં કેટલાક મહત્વના વધુ નિર્ણય લઇ શકે છે.

ગુજરાત ભરમાં કોરોના કેસની એન્ટ્રી નો હતી થઇ ત્યારે અમરેલી જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 144 જાહેર કરી દીધી હતી. કોરોના જંગ સામે અમરેલી ક્લેક્ટર આયુષ ઓક, જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્તત રાય દ્વારા સંકલન રાખી સમગ્ર જિલ્લામાં સંક્રમણથી પ્રજાને બચાવવા માટે અનેક પર્યાસ કરાયા હતા. જયારે હવે ફરીવાર હાઇકોર્ટએ રાજ્ય સરકારને લોકડાઉન કરવા માટે નિર્દેશ જાહેર કર્યા બાદ મોડી રાતે હાઇપાવરની મળેલી મુખ્યમંત્રીની બેઠકમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં રાતે 8 વાગ્યાથી 6 વાગ્યા સુધી કર્ફ્યુ રાખવા માટેની નિર્ણય લેવાયો છે.

તેમાં અમરેલીનો પણ સમાવેશ કરાયો છે. ત્યારે હવે આજથી નવા નિયમો લાગુ પાડવાના છે. આજે જિલ્લા કલેક્ટર આયુષ ઓકની વીડિયો કોન્ફ્રન્સથી ગાંધીનગર બેઠક મળશે. ત્યાર બાદ અમરેલી જિલ્લામાં વધુ કેટલાક મહત્વના નિયમો તકેદારી માટે બની શકે છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણ ન વધે કેવી રીતે લોકોને બચાવી શક્યે તે માટેની આજે સાંજ સુધીમાં નોટિફિકેશન જિલ્લા ક્લેકટર આયુષ ઓક દ્વારા જાહેર કરશે.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા હાલમાં લોકો બિનજરૂરી કામ વગર બહાર નીકળવાનું ટાળે તે માટે અમરેલી પોલીસ તંત્રને સૂચના આપી છે. જેના કારણે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા દરેક થાણા અધિકારીને ડી.વાય.એસ.પી.ઓ સહીતને કડક આદેશ આપ્યા છે. કોરોના સંક્રમણન ફેલાય તે માટે કડક પણે કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પાલન કરવા માટે સતત પેટ્રોલિંગ શરૂ રાખવું. ઉપરાંત માસ્ક બાબતે લોકો સામે કડકાઈથી કાર્યવાહી કરવી જે લોકો માસ્ક ન પેહરે તેને 1000 રૂપિયાનો દંડ ફટકારો. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ ન પાળે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી. જાહેર સ્થળો પર વધુ લોકોની ભીડ ન થાય વેપારી દુકાનદારોને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે તમામ તકેદારી રાખવા માટે સ્થાનિક પોલીસ તંત્ર ને સૂચના અપાઇ છે.

આજથી પોલીસ અને નગરપાલિકાની ટીમ, મામલતદારની ટીમ, પોલીસ સહીત લોકોને શહેર અને ગ્રામ્ય વિસ્તાર સ્ટેટ હાઇવે ઉપર પણ માસ્ક નહીં પહેરનારને દંડ ફટકારવા સુધીની કાર્યવાહી હાથ ધરાશે.

કોરોના સામે ઉદ્યોગ ગૃહ કોસ્ટલ બેલ્ટ પર પણ સતર્કતા

રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલમાં ઉધોગ ગૃહમાં પણ સતર્કતા રાખવા સૂચના આપી દેવાઇ છે. ઉપરાંત પરપ્રાંતી લોકોની બિન જરૂરી અવર જવર ટાળવી ઉપરાંત રાજ્ય બહારના પરપ્રાંતિ લોકોને કોરોના રિપોર્ટ આપ્યા બાદ જ ઉધોગ ગૃહમાં પ્રવેશ અપાય છે. તમામ કંપનીની સિક્યુરિટીને સૂચના અપાઇ મોટાભાગની અવર જવર બંધ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો