વળતર:અમરેલી પાલિકા હવે ચાલુ માસે ઓનલાઇનને 12, રૂબરૂ વેરો ભરનારને 7 ટકા વળતર આપશે

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે માસમાં 800 જેટલા મિલકત ધારકોએ રૂા. 6.61 લાખનું વળતર મેળવ્યું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલીના મિલકત ધારકો માટે વધુ બે માસ વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન રૂપિયા 1.15 કરોડની વેરા વસુલાત થયેલ હતી. ચાલુ વર્ષનો મિલકત વેરો ઓનલાઈન ભરનારને 12 અને ઓફિસે રૂબરૂ ભરનારને 7 ટકા વળતરનો લાભ આપવામાં આવશે.

અમરેલી નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા અને ચીફ ઓફિસર એચ.કે. પટેલે જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા એપ્રીલ- મે 2022માં ચાલુ નાણાંકીય વર્ષનો મિલકત વેરો ઓનલાઈન ભરનારને 15 અને ઓફિલે રૂબરૂ ભરનારને 10 ટકા વળતર આપવાની જાહેરાતનો બહોળો પ્રતિસાદ મળેલ હતો. આ બંને માસમાં 800 જેટલા મિલકત ધારકોએ 6.61 લાખનો વળતર મેળવ્યું હતું.

નગરપાલિકાને 1.15 કરોડનો વેરાની રકમ ભરપાઈ કરેલ હતી. વેરો ભરનારના પ્રતિસાદને ધ્યાને લઈ વધુ બે માસ સુધી આ યોજના લંબાવવામાં આવી હતી. હવે નગરપાલિકા જુન માસમાં ઓનલાઈ વેરો ભરનારને 12 અને રૂબરૂ ભરનારને 7 ટકા વળતર આપશે. અને જુલાઈ માસમાં ઓનલાઈન ભરનારને 10 અને રૂબરૂ ભરનારને 5 ટકા વળતર અપાશે. શહેરવાસીઓને યોજનાનો લાભ લેવા માટે પાલિકાના સત્તાધીશોએ અપીલ કરી હતી. આમ, પાલિકાએ હજુ બે માસ વળતરની યોજના લંબાવી.

અન્ય સમાચારો પણ છે...