તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:અમરેલી નગરપાલિકાનું વર્ષ 2021-22નું 68 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમરેલી નગરપાલિકા ભાજપ શાસિત પાલિકા છે અહીં આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમા ચીફ ઓફિસર એલ.જી.હુણ,પ્રમુખ ઉપપ્રમુખ સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ સામાન્ય સભા મા સર્વાનુમતે 68 કરોડ 98 લાખ 57 હજાર રૂપિયાનું બજેટ મંજુર કરાયુ છે.

અમરેલી શહેરમાં વિકાસના બાકી રહેલા કામ પૂર્ણ કરવાનો નિર્ણય આ બેઠક મા લેવાયો છે. અમરેલી શહેરમા પીવાના પાણી પ્રશ્ને વધુ ગંભીરતા દાખવી વધુ મજબૂત બનાવવા અને રોડ રસ્તાના કામોને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવાયો છે.

અમરેલી નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશ શેખવા એ કહ્યું, આજની પ્રથમ સામાન્ય સભામા 68,98,57,000 કુલ બજેટ હતુ અમરેલી શહેર ના સર્વાંગી વિકાસ માટે નુ બજેટ હતુ રોડ રસ્તા પાણી જેવા 53 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરાયા છે.

અમરેલી શહેર ને શુ રાહત મળશે?આજ ની બોર્ડ બેઠક મા અમરેલી શહેર ને રાહત મળે તેવો એક મહત્વ નો મુદ્દો છે જે દીવાબતી કર,સફાયકર,તેમજ ઘર વેરો આ પહેલાની બોર્ડ બેઠકમાં વધારો કરાયો હતો તે આ બોર્ડ બેઠકમા સમીક્ષા કરી ઘટાડો કરી શહેરને રાહત આપવા માટે નિયામકમા દરખાસ્ત કરવા માટે બોર્ડમા નિર્ણય લેવાયો છે અને પીવાનો પ્રશ્નન દૂર કરવો રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટ જેવા પ્રશ્નો પડતર પ્રશ્નો ઉપર વધુ ધ્યાન આપવુ ઓજી વિસ્તાર મા લાઈટ માટે નેટવર્ક ઉભી કરવા માટે ડી.પી.આર.બનાવવા માટે નો ખાસ નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો