અમરેલી પાલિકા-પંચાયત રિઝલ્ટ:વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, અમરેલી જિ.પં.માં ભાજપે સત્તા મેળવી, 5 પાલિકામાં ભાજપની જીત, 11 તા.પં.માંથી 1માં જ કોંગ્રેસની જીત

અમરેલીએક વર્ષ પહેલા
  • અમરેલી જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 5 અને કોંગ્રેસને 29 બેઠક મળી હતી
  • 11 તાલુકા પંચાયતની 190 બેઠક પર 2015માં 134 કોંગ્રેસ, 49 ભાજપ અને 4 બેઠક અન્યને મળી હતી

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થયો છે. અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપે જીત મેળવી છે. તેમજ 5 નગરપાલિકામાં તમામમાં ભાજપની જીત થઇ છે. 11 તાલુકા પંચાયતમાંથી 9 ભાજપને, 1 કોંગ્રેસને અને 1 અનિર્ણિત થઇ છે.

2015નું રિઝલ્ટ
અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠક પર 2015માં ભાજપને 5 અને કોંગ્રેસને 29 બેઠક મળી હતી. અમરેલીની 11 તાલુકા પંચાયતની 190 બેઠક પર 2015માં 134 કોંગ્રેસ, 49 ભાજપ અને 4 બેઠક અન્યને મળી હતી. અમરેલી જિલ્લાની પાંચ નગરપાલિકામાં 108 બેઠક પર 2015માં ભાજપને 25, કોંગ્રેસને 69 અને અન્યને 4 બેઠક મળી હતી.