તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli Municipal Corporation's Hefty Tax Hike Postponed, Property Tax, Street Light And Cleaning Tax Increased Two To Five Times Last Year

નિર્ણય:અમરેલી પાલિકાનો તોતીંગ વેરા વધારો મોકુફ, ગત વર્ષે મિલકત વેરો, સ્ટ્રીટ લાઇટ અને સફાઇ કરમાં બેથી પાંચ ગણાે વધારો કર્યો હતો

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે લોકોને સાંભળી નવા દર નક્કી કરાશે

કાેરાેનાના કપરાકાળમા અેક બાજુ ધંધા રાેજગાર ઠપ્પ છે ત્યારે અમરેલી નગરપાલિકાની ગત બાેડી દ્વારા વિવિધ વેરામા બેથી પાંચ ગણાે અાકરાે વધારાે ઝીંકવામા અાવ્યાે હતાે. નગરપાલિકાના વર્તમાન સતાધીશેાઅે અાજે અા વેરા વધારાે મુલતવી રાખવાની ઘાેષણા કરી હતી. અાવનારા સમયમા હવે વેરા અંગે નગરજનાે સાથે ચર્ચા કરી નિર્ણય લેવામા અાવશે.નગરપાલિકાની ચુંટાયેલી વર્તમાન બાેડી પાલિકાઅે વિવિધ પ્રકારના અાડેધડ વધારેલા વેરા સહિતના મુદે જ ચુંટણી લડી હતી. અને ચુંટાયા બાદ ગત બાેડીઅે કરેલા વેરા વધારાને અટકાવવા માટે ઉપર સુધી દરખાસ્ત કરવામા અાવી હતી.

જે દરખાસ્ત સરકારમાથી મંજુર થઇ હતી જેના પગલે અાકરાે વેરા વધારાે હાલ તુર્ત મુલતવી રાખી દેવામા અાવેલ છે. પાલિકાના ગત ટર્મના સતાધીશાે દ્વારા પાણી વેરાે સીધાે જ બમણાે કરી દેવાયાે હતેા. જયારે કાેર્મશીયલ મિલકત વેરાે દાેઢ ગણાે કરાયાે હતાે. સ્ટ્રીટ લાઇટનાે વેરાે પણ બમણાે કરી દેવાયાે હતેા. જયારે રહેણાંક મિલકત વેરામા ચાર ગણાે વધારાે કરાયાે હતાે. દુકાનાેના વેરામા પણ ચાર ગણાે અને ખુલ્લી જમીનના વેરામા ત્રણ ગણાે વધારાે કરાયાે હતાે.

પાલિકાની ચુંટણીનુ સુકાન સંભાળનારા મુકેશભાઇ સંઘાણીઅે જણાવ્યું હતુ કે વેરાે વધારાે પાછાે ખેંચવાની શહેરના લાેકાેને ખાતરી અપાઇ હતી. જે પુર્ણ થઇ છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, શહેર ભાજપ પ્રમુખ તુષારભાઇ જાેષી અને કારાેબારી ચેરમેન સુરેશભાઇ શેખવાઅે જણાવ્યું હતુ કે અેક વર્ષ માટે અા વેરા વધારાને મુલતવી રાખવામા અાવ્યાે છે. કાેરાેનાના કપરા સમયમા અમરેલીમા લાેકાેના ધંધા રાેજગાર છીનવાઇ રહ્યાં છે તેવા સમયે કમરતાેડ વેરા વધારાથી ભારે રાેષ જાેવા મળ્યાે હતાે. હવે કમસેકમ અેક વર્ષ માટે અા વેરા વધારામાથી શહેરના લાેકાેને રાહત મળી છે.

1/4થી વેરા વધારાે લાગુ પડયાે હતો
પાલિકા દ્વારા અગાઉ કરાયેલાે વેરા વધારાે ગત તા. 1/4/21થી લાગુ થયાે હતાે. જાે કે નવાે વેરા વધારાે મુલતવી રાખવા સરકારમા કરાયેલી દરખાસ્ત મંજુર રહેતા હવે અા વેરા વધારાે અેક વર્ષ સુધી લાગુ નહી પડે.

વેરા અંગે નવેસરથી દરખાસ્ત કરાશે
પાલિકા સતાધીશાેઅે જણાવ્યું હતુ કે જુનાે વેરા વધારાે અા વર્ષથી જ લાગુ નહી પડે. અાવનારા સમયમા નગરના લાેકાે, વેપારીઅાે અને અાગેવાનાે સાથે બેઠકાે યાેજી તેમને સાંભળ્યા બાદ જ વેરા અંગેની નવી દરખાસ્ત તૈયાર કરાશે.

કયા પ્રકારનાે કેટલાે વેરાે વધારાયાે
​​​​​​​પાલિકાઅે પાણી વેરાે 600ના બદલે રૂપિયા 1200, કાેર્મશીયલ મિલકતમા 1000ના સ્થાને 1500, સફાઇ કર રૂપિયા 96ના બદલે 365, સ્ટ્રીટ લાઇટ વેરાે રૂપિયા 50ના બદલે રૂપિયા 100, દુકાનાેના રૂપિયા 150ના બદલે 547 અને ખુલ્લી જમીનના રૂપિયા 60ના બદલે રૂપિયા 182નાે વેરા દર કરાયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...