ખનીજ ચોરી કરતા તત્વો પર તવાઈ:અમરેલી ખાણ ખનીજ વિભાગે ડ્રોનની મદદથી તપાસ હાથ ધી, ગેરકાયદે રેતીનું વહન કરતા વાહન ઝડપી પાડ્યા

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ અમરેલીની તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી દરમિયાન અમરેલી તાલુકાના લાપાળીયા ગામ પાસેથી ડમ્પર નંબર GJ-09-z-1377 મા રેતી ખનીજ ભરેલું અટકાવવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર જિલ્લાની લીઝના રોયલ્ટી પાસનો દૂર ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે રેતી ખનીજનું વહન કરતા એક ડમ્પરને જડપી લઇ રુ. 08 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જેમા વપરાયેલ પાસની ઉંડાણપૂર્વક તપાસ માટે ભૂસ્તરશાસ્ત્રી ,ભાવનગરને જાણ કરવામાં આવી છે.

તા.5 માર્ચ,23ના રોજ ખાણ ખનીજ વિભાગ અમરેલીની તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી દરમિયાન અમરેલીથી સાવરકુંડલા રોડ પાસેથી ડમ્પર નંબર GJ-02-y-6846માં રેતી ખનીજ ભરેલું હતું તે અટકાવવામાં આવ્યું, જેમાં તપાસ કરતા બોટાદ જિલ્લાની લીઝના રોયલ્ટી પાસનો દૂર ઉપયોગ કર્યાં બાબતની શંકાના આધારે પાસની ઉંડાણપૂર્વક તપાસ માટે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી બોટાદને જાણ કરવામાં આવી છે. તા.5 માર્ચ,23ના રોજ સાવરકુંડલા તાલુકાના ધાંડલા ગામેથી રેતી ખનીજની ચોરી કરતા એક ટ્રેક્ટરને પકડવામાં આવ્યું છે, જેમાં બિનઅધિકૃત સાદી રેતી ખનીજ અને ટ્રેક્ટર સહિત રુ.3 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તા.6 માર્ચ,23 ના રોજ ખાણ ખનીજ અમરેલીની તપાસ ટીમ દ્વારા રોડ ચેકીંગ દરમિયાન બગસરા તાલુકાના બગસરા-ધારી રોડ પર શેત્રુંજી નદીમાંથી સાદી રેતી ખનીજ ગેરકાયદેસર ભરી વહન કરી રહેલ એક ટ્રેક્ટર પણ ઝડપી લેવાયું હતુ.

ડ્રોન કેમેરાથી ખનીજ માફિયા ઉપર વોચ રાખવામાં આવી રહી છે
અમરેલી ખાણ ખનીજ અધિકારી અને તેમની ટીમ દ્વારા શેત્રુંજી નદીમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ટીમ દ્વારા રેતી ખનીજ અને ટ્રેક્ટર સહિત રુ.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત અલગ અલગ મોટી નદીઓમાં ડ્રોન કેમેરાથી સતત નજર રાખી રહ્યા છે અને પેટ્રોલિંગ કરી ખનીજ માફિયાઓ સામે તવાઈ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...