તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:અમરેલીના મેડિકલ સ્ટોર સંચાલકનો ત્રણ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • નાના માંડવડાના પિતા- પુત્ર અને અમરેલીના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ

અમરેલીના એક મેડિકલ સ્ટોરના સંચાલકે બે માસ પહેલા ધારીના ખોડિયાર ડેમ નજીક ઘુનામા ઝંપલાવી આપઘાત કરી લીધા બાદ આખરે આ યુવકની પત્નીએ ત્રણ શખ્સો સામે પોતાના પતિને ઉંચા વ્યાજે નાણા આપી વ્યાજચક્રમા ફસાવી મરી જવા મજબુર કર્યા અંગે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અમરેલીમા બ્રાહ્મણ સોસાયટીમા રહેતા સંદિપ નાથાલાલ ધીનૈયા (ઉ.વ.42) નામના યુવક સાથે આવુ જ થયુ હતુ. આ યુવાન અમરેલીના માણેકપરામા મેડિકલ સ્ટોર ચલાવતો હતો. અને ગત તારીખ 20/10ના રોજ તેણે ધારી નજીક ખોડિયાર ડેમના ઘુનામા પડી આપઘાત કરી લીધો હતો. તે સમયે જ આ યુવાન વ્યાજના વિષચક્રમા ફસાયો હોવાની વાત ઉઠી હતી. જે આખરે સાચી ઠરી હતી.

સંદિપભાઇ ધીનૈયાના પત્ની લતાબેને આજે આ બારામા અમરેલી તાલુકાના નાના માંડવડા ગામના દિલુ આપાભાઇ વાળા અને લાલા દિલુ વાળા ઉપરાંત અમરેલીના પ્રતાપ પરશોતમ કાછડીયા નામના શખ્સો સામે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે આ ત્રણેય શખ્સો પાસે નાણા ધીરધારનુ કોઇ લાયસન્સ નથી. આમ છતા તેના પતિને ખુબ જ ઉંચા વ્યાજે નાણા આપી વ્યાજના પૈસાની રૂબરૂમા તથા ફોન પર પઠાણી ઉઘરાણી કરી ત્રાસ ગુજારતા હતા. ત્રણેય શખ્સોના સતત ત્રાસના કારણે તેના પતિ મરી જવા મજબુર બન્યાં હતા. બનાવ અંગે ધારીના પીએસઆઇ એચ.જી.ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો