ઉજવણી:અમરેલીની બજારો રોશનીથી ઝળહળી, અંતિમ ઘડીની ખરીદી નીકળતા બજારમાં હકડેઠ્ઠઠ ભીડ : ધનતેરસનું મુહૂર્ત પણ સચવાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં નાગનાથ સહિતના મંદિરોમાં રોશની શણગાર. - Divya Bhaskar
અમરેલીમાં નાગનાથ સહિતના મંદિરોમાં રોશની શણગાર.

દિપાવલી પર્વને હવે ગણતરીના કલાકાે બાકી રહ્યાં છે ત્યારે અાજે ધનતેરસના દિવસે અમરેલીની બજારમા હકડેઠ્ઠઠ ભીડ જાેવા મળી હતી. અહી લાેકાે અંતિમ ઘડીની ખરીદી કરવા ઉમટી પડયા હતા. જેને પગલે વેપારીઅાેને પણ તડાકાે બાેલી ગયાે હતાે. કપડા, કટલેરી, હાેઝીયરી, ફુલહાર, મીઠાઇ, ફરસાણ, બુટ ચપ્પલ સહિતની દુકાનાેમા ભારે ભીડ જાેવા મળી હતી. અાજે લાેકાેઅે ધનતેરસનુ મુર્હુત પણ સાચવ્યું હતુ અને શુકનવંતી ખરીદી કરી હતી.અામ તાે ગઇકાલ રમા અેકાદશીથી દિવાળી પર્વની શરૂઅાત થઇ ગઇ છે.

અાજે ધનતેરસના દિવસે બજારમા સવારથી જ લાેકાેની ભીડ જાેવા મળી હતી. શહેર તેમજ અાસપાસના ગ્રામ્ય વિસ્તારમાથી પણ માેટી સંખ્યામા લાેકાે દિવાળીની ખરીદી માટે ઉમટી પડયા હતા. દિપાવલી પર્વને લઇને વેપારીઅાેઅે પણ પાેતાની દુકાનાે રાેશનીથી શણગારી છે. તાે નાગનાથ મંદિર સહિત જુદાજુદા મંદિરાેમા પણ રાેશનીનાે શણગાર કરાયાે છે. અા ઉપરાંત નગરપાલિકા સહિત કચેરીઅાેમા પણ રાેશની કરવામા અાવી છે. શહેરમા અાવેલા કાેમર્શીયલ કાેમ્પલેક્ષાેમા પણ રાેશનીનાે શણગાર કરાયાે છે.

અમરેલી જિલ્લામાથી માેટાભાગના લાેકાે સુરત, મુંબઇ, અમદાવાદ સહિત શહેરાેમા ધંધાર્થે વસવાટ કરતા હાેય છે. હાલ દિપાવલી પર્વ વતનમા મનાવવા માટે યુવાધન સહિત લાેકાે પાેતાના વતનમા અાવી ગયા છે. જેના કારણે પણ બજારમા અાજે ભીડ વધુ જાેવા મળી હતી. તાે બીજી તરફ અાજે ધનતેરસ હાેવાથી લાેકાેઅે સવારથી જ સાેના ચાંદીના દાગીના, બાઇક, કાર સહિત ચિજવસ્તુઅાેની શુકનવંતી ખરીદી કરી હતી. બહાર વસતા લાેકાેના અાવવાનાે અા પ્રવાહ બેસતા વર્ષના દિવસ સુધી જળવાઇ રહેશે. જાે કે ભાઇબીજ બાદ અમરેલીની બજાર મીની વેકેશન ભેાગવશે. અને માેટાભાગના વેપારીઅાે પણ સહેલગાહે નીકળી જશે.

ફટાકડા બજારમાં પણ ખરીદી નીકળી
અહીના ગર્લ્સ સ્કુલના મેદાનમા ફટાકડાના સ્ટાેલ ઉભાે કરાયા છે. થાેડા દિવસથી અહી ઘરાકી નીકળી ન હતી જેના કારણે વેપારીઅાે નિરાશ જાેવા મળતા હતા. પરંતુ અાજથી લાેકાે ફટાકડાની ખરીદી કરવા માટે ઉમટી પડયા હતા. જેના કારણે વેપારીઅાેના ચહેરા પર ચમક અાવી હતી.

શહેરમાં કાર પાર્કિંગનાે માેટાે પ્રશ્ન
હાલ શહેરની બજારમા માેટી સંખ્યામા લાેકાે ખરીદી માટે અાવતા હાેય છે. પરંતુ અહી કાર પાર્કિંગનાે માેટાે પ્રશ્ન લાેકાેને સતાવી રહ્યાે છે. પાેલીસ દ્વારા પણ શહેરના હરીરાેડ, સ્ટેશન રાેડ, ટાવર રાેડ વિગેરે સ્થળે બેરીકેટસ લગાવાયા છે અને ટ્રાફિક સમસ્યા હળવી બને તે માટે પ્રયાસાે કરવામા અાવી રહ્યાં છે. અહી ઘાેડે સવાર જવાનાે દ્વારા પણ પેટ્રાેલીંગ કરવામા અાવી રહ્યું છે.

સાેના- ચાંદીના વેપારીઅાેને તડાકાે
​​​​​​​અાજે ધનતેરસના દિવસે સવારથી જ શહેરમા સાેના ચાંદીના વેપારીઅાેની દુકાનમા લાેકાેની ભીડ જાેવા મળી હતી. લાેકાેઅે સાેના ચાંદીની શુકનવંતી ખરીદી કરી હતી. જેને પગલે વેપારીઅાેને તડાકાે બાેલી ગયાે હતાે. અનેક લાેકાેઅે તાે દાગીના ખરીદવા અેડવાન્સમા પણ બુકીંગ કરાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...