• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli Marketing Yard Flooded Due To Income Of 20 Thousand Mounds Of Cotton, For The First Time In The District The Price Reached 2100.

બમ્પર આવક:અમરેલી માર્કેટીંગ યાર્ડ 20 હજાર મણ કપાસની આવક, યાર્ડમાં આજે ઓલટાઈમ હાઈ 2100ને પાર ભાવ બોલાયો

અમરેલી6 મહિનો પહેલા
  • જિલ્લાના તમામ યાર્ડમાં કપાસના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો ખુશ

અમરેલી જિલ્લામાં કપાસનું ઉત્પાદન કરનાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોએ રાહત અનુભવી છે. આજે અમરેલી માર્કેટીંગ યાર્ડમાં 20 હજાર મણ કપાસની આવક થતા યાર્ડ કપાસથી છલકાયું હતું. કપાસનો ઊંચામાં 2100 રૂપિયાનો ભાવ બોલાતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. અમરેલી ઉપરાંત જિલ્લાના અન્ય માર્કેટીંગ યાર્ડમાં પણ ખેડૂતોને 1400થી 2000 આસપાસના ભાવ મળી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં હાલ કપાસના ઊંચા ભાવ મળી રહ્યા હોય મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા માટે માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે. અમરેલી માર્કેટીંય યાર્ડમાં આજે એક જ દિવસમાં 20 હજાર મણ કપાસની આવક થતા યાર્ડ કપાસથી છલકાયું હતું. જિલ્લાના બાબરા, સાવરકુંડલા, રાજુલા અને બગસરા યાર્ડમાં પણ કપાસની નોંધપાત્ર આવક થઈ રહી છે. અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજે ખેડૂતોને 1465 રૂપિયાથી લઈ 2132 સુધીનો ભાવ મળ્યો હતો.

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજે કપાસનો ઓલટાઈમ હાઈ ભાવ બોલાયો હતો. 2100ને પાર ભાવ પહોંચતા હાલ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં કપાસ વેચવા માટે પહોંચી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...