કાર્યવાહી:અમરેલી માર્કેટીંગ યાર્ડમાં વજનમાં ગોલમાલ કરનાર વેપારીને પ્રવેશબંધી

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી કેમેરા તપાસતા કપાસના વજનમાં ગોલમાલ કરી
  • સારસવાના વેપારીએ અમરેલી માર્કેટમાં ગોલમાલ કરતા યાર્ડે લીધો નિર્ણય

અમરેલી માર્કેટયાર્ડમાં બહારથી કપાસ લાવી વેચાણ કરતા વેપારીએ વજનમાં ગોલમાલ કરનાર યાર્ડ સત્તાવાળાએ કાર્યવાહી કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના સારસવાના વેપારીને અમરેલી યાર્ડમાં પ્રવેશ બંધી કરાઈ હતી. માર્કેટ યાર્ડના સેક્રેટરી તુષારભાઈ હપાણીએ જણાવ્યું હતું કે ગીર સોમનાથના સારસવાના કાનજીભાઈ અરજણભાઈ સોલંકી યાર્ડમાં કપાસ વેચવા આવ્યા હતા. તેમણે એક કમિશન એજન્ટમાં કપાસ લખાવ્યો હતો.

કપાસની હરાજી થયા બાદ કપાસનું વજન વે- બ્રીજ પર કરવામાં આવેલ હતું. જે બાદ વાહનને દુર લઈ જઈ તેમાંથી ઘઉનાં બાંચકા તથા પ્લાસ્ટીકની થેલીઓ વિગેરે ખાલી કરતા હોય તેની જાણ કપાસ ખરીદનાર વેપારીને થઈ હતી. તેણે યાર્ડની ઓફિસમાં જાણ કરી હતી.

આ અંગે યાર્ડમાં રહેલ સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરવામાં આવી હતી. અને અંતે કપાસ વજનમાં ગોલમાલ કરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રાને જાણ કરવામાં આવતા તેણે વેપારીને યાર્ડમાં પ્રવેશ બંધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...