તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેરમેનની ચુંટણી:અમરેલી મા. યાર્ડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાતા પી.પી.સાેજીત્રા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી ટર્મના ચેરમેન નાકરાણીનું અવસાન થતાં ચેરમેન પદ ખાલી હતું

અમરેલીમા સરકારની કાેઇપણ સહાય લીધા વિના 125 કરાેડના ખર્ચે અદ્યતન માર્કેટીંગયાર્ડનુ નિર્માણ કરનાર પી.પી.સાેજીત્રા ફરી અેકવાર યાર્ડના ચેરમેન પદે અારૂઢ થયા છે. યાર્ડના હાલના ડિરેકટરાેની બીજી ટર્મમા ચેરમેન પદે અગાઉ માેહનભાઇ નાકરાણીની વરણી કરવામા અાવી હતી. પરંતુ ગત તારીખ 5/5/21ના રાેજ તેઅાેનુ અવસાન થયુ હતુ.

જેને પગલે અા જગ્યા ખાલી પડી હતી. જેથી અાજે યાર્ડના નવા ચેરમેનની ચુંટણી માટે રાજકાેટના સહકારી મંડળીઅાેના રજીસ્ટાર અને ચુંટણી અધિકારી વી.અાર.કપુરીયાની ઉપસ્થિતિમા અા વરણી કરવામા અાવી હતી. બાકી રહેતી મુદત માટે નવા ચેરમેન તરીકે પી.પી.સાેજીત્રાના નામની શૈલેષભાઇ સંઘાણીઅે દરખાસ્ત કરી હતી. જેને જયેશભાઇ નાકરાણીઅે ટેકાે અાપ્યાે હતેા. પ્રમુખ પદ માટે અન્ય કાેઇ ઉમેદવારીપત્ર ભરાયુ ન હાેય સાેજીત્રાને નવા પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...