પોક્સો મામલે કાર્યવાહી:બાબરામાંથી સગીરાનું અપહરણ કરનાર યુવકને અમરેલી LCBએ ઝડપી પાડ્યો, પીડિતાને મુક્ત કરાવી

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસથી બચવા આરોપી પીડિતાને લઈ નાસતો ફરતો હતો

અમરેલી જિલ્લામાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એસપીની સૂચના બાદ એલસીબી દ્વારા બાબરામાંથી સગીરાનું અપહરણ કરી નાસતા ફરતા યુવકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા SP દ્વાર સુચના આપતા જિલ્લામાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપ્યું હતુ. ત્યારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ PSI આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે તપાસ શરૂ કરતા બાબરા પો.સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ 363 , 366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના અપહરણ તથા પોક્સોનો ગુનો કરી, ભોગ બનનારને લઇને નાસી જનાર આરોપીને ઝડપી લીધો હતો.

અમરેલી એલસીબીએ જગદીશ ઉર્ફે જગો ધીરુભાઈ મકવાણા નામના આરોપીને બાબરા ટાઉનમાં સરદાર સર્કલ પાસેથી ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા એલસીબીએ બાબરા પોલીસને સોંપી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...