અમરેલી જિલ્લાની ITIનું 40 વર્ષ જૂનું બિલ્ડિંગ જર્જરિત બનતા તાલીમાર્થીઓ પર જોખમ સર્જાયું છે. જર્જરિત બિલ્ડિંગમાંથી અવારનવાર પોપડાઓ ખરી રહ્યા હોય તાલીમાર્થીઓ ભયના ઓથાર હેઠલ તાલીમ મેળવી રહ્યા છે અને નવી બિલ્ડિંગ બનાવવાની માગ કરી રહ્યા છે.
1500 તાલીમાર્થીઓ પર જળુંબતો ભય
રાજય સરકાર દ્વારા સ્કિન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા જેવા પ્રયાસ માત્ર વાતો ઉપર જ રહી ગયા છે અમરેલી શહેરમાં આશરે 40 વર્ષ જૂનું ઓદ્યગિક તાલીમ કેન્દ્રની ઇમારત જર્જરિત બની છે અહીં જિલ્લાના અલગ અલગ વિસ્તાર માંથી વિધાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે ત્યારે ભયના ઓથ નીચે દરોજ વિધાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યા છે બિલ્ડીંગ માંથી ગાબડા પડે છે આ બિલ્ડીંગ બિસ્માર હાલતમાં છે અગાવ અનેક વખત સમારકામ કરવામાં આવ્યું છે માત્ર સમારકામ કરવાની કામગીરી કરવામા આવતી હોય છે અહીં 23 ટ્રેડ છે જેમાં 15 જેટલા વર્કશોપ આવ્યા છે અહીંયા અગાવ અહીં હોસ્ટેલ સુવિધા પણ કરવામાં આવી હતી પરંતુ જર્જરિત હોવાને કારણે કેટલાક વર્ષોથી આ સુવિધા બંધ કરી દેવાય છે અહીં દર વર્ષે 1500 જેટલા વિધાર્થીઓ તાલીમ મેળવી રોજગારી મેળવે છે જર્જરિત બિલ્ડીંગ નવીનીકરણ થાય તેવી માંગ ઉઠી છે
લાલાવદર ગામના વિદ્યાર્થી ઉમંગે કહ્યું, હું અહી આઈ.ટી.આઇ.માં અભ્યાસ કરવા આવું છું. વર્ષોથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. સમારકામ અનેક વખત કરે છે અમે દરરોજ અભ્યાસ કરવા આવ્યે કોઈ દુર્ઘટના બનશે તો જવાબદારી કોની? અમારી માંગ છે આ બિલ્ડીંગ નવું બનાવવી આપે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.