તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:કાન્હાના જન્મને વધાવવા અમરેલી અધીરૂ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરાઇ હવેલીમાં ભજવાશે વ્રજલીલા : અેકેય સ્થળે લાેકમેળાે નહીં: વિવિધ આયોજનમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન જરૂરી
  • દ્વારકાધીશ હવેલી અને ગાેવર્ધનનાથજી હવેલી ખાતે ભવ્ય નંદમહાેત્સવ : તુલસીશ્યામ ખાતે મટકીફાેડ કાર્યક્રમનું આયોજન

સમગ્ર અમરેલી પંથકમા કાન્હાના જન્મને વધાવવા અનેરાે થનગનાટ જાેવા મળી રહ્યાે છે. ગયા વર્ષે જાહેર ઉજવણીઅાે બંધ હતી. પરંતુ અા વર્ષે છુટછાટ હાેવાથી ઠેકઠેકાણે અનેકવિધ કાર્યક્રમાેનુ અાયાેજન કરાયુ છે. ગામે ગામ મટકીફાેડ, વિવિધ મનાેરથ, અારતી, પલના દર્શન, શાેભાયાત્રા, રાજભાેગ જેવા વિવિધ કાર્યક્રમનુ અાયાેજન કરાયુ છે. અલબત અા વર્ષે પણ લાેકમેળાના અાયાેજનાે મુલતવી રહ્યાં છે.ગીર મધ્યે બિરાજતા તુલસીશ્યામ મંદિર અા જન્માષ્ટમી પર દર્શનાર્થીઅાે માટે ખુલ્લુ રહેશે.

ટ્રસ્ટી બી.બી.વરૂઅે જણાવ્યું હતુ કે અહી શ્યામ ઉત્સવ અને મટકીફાેડ જેવા કાર્યક્રમનુ અાયાેજન કરાયુ છે. જાે કે રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાેકડાયરાનુ અાયાેજન મુલતવી રખાયુ છે. મહાઅારતી અને સંધ્યા અારતીનાે લાભ ભાવિકાે લઇ શકશે. સાતમ અને અાઠમના દિવસે ભાવિકાે માટે મંદિર ખુલ્લુ રહેશે. અમરેલીમા ગાેવર્ધનનાથજી હવેલી ખાતે સાેમવારે સવારથી મંગળા અારતી, પંચામૃત દર્શન, શૃંગાર દર્શન, બપાેરે રાજભાેગ જેવા કાર્યક્રમ યાેજાશે. સાંજે ભાેગ અારતી, શયન, રાત્રે 9 કલાક જાગરણના દર્શન અને બાદમા જન્માેત્સવ ઉજવાશે.

જયારે દ્વારકાધીશજી હવેલી ખાતે મંગળા અારતી, શૃંગાર, પલના, રાજભાેગ વિગેરેનુ અાયાેજન કરાયુ છે.બાબરા તાલુકાના ધરાઇ ખાતે અાવેલ બાલમુકુંદજીની હવેલીમા વ્રજલીલા ભજવવામા અાવશે. ઉપરાંત અહી મટકીફાેડ, અારતી, પલના દર્શન જેવા કાર્યક્રમ યાેજાશેે. ભગવાનની જન્મ પત્રિકાનુ શાસ્ત્રાેકત વિધીથી વાચન કરાશે.

ઠાકાેરજીના પ્રથમ પલના મનાેરથ ચિતલના ગીરાસદાર સરવૈયા પરિવાર દ્વારા કરવામા અાવે છે જે પ્રણાલિકા જળવાશે. અને પ્રસાદ વિતરણ કરાશે તેમ મુખ્યાજી ધર્મેન્દ્રભાઇ જાેષીઅે જણાવ્યું હતુ. વડીયામા સ્વામીનારાયણ દિવ્યધામ મંદિર ખાતે સાેમવારે સાંજે ધુન અને રાત્રે નંદ મહાેત્સવ યાેજાશે. હવેલીમા પણ નંદ મહાેત્સવ તથા રામજી મંદિર ચાેરા પાસે સાદાઇથી કૃષ્ણ જન્માેત્સવ યાેજાશે. સાવરકુંડલામા ગાેવર્ધનનાથજીની હવેલી ખાતે તથા મહાપ્રભુજીની બેઠક ખાતે નંદ મહાેત્સવ થશે.

અમરેલીમાં અાંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાે ફલાેટ
અમરેલીમા સિનીયર સીટીઝન પાર્ક ખાતે અાંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગઇકાલથી જ કૃષ્ણ જન્માેત્સવનાે ફલાેટ ખુલ્લાે મુકાયાે છે. 30મીઅે રાત્રે સંતાે મહંતાેની ઉપસ્થિતિમા અહી કૃષ્ણ જન્માેત્સવ ઉજવાશે.

ખાંભામાં રાધાકૃષ્ણ મંદિર અને ગુરૂકુળ ખાતે ફલાેટસ
​​​​​​​ખાંભાના રાધાકૃષ્ણ મંદિર ગાંધી ચાેક ખાતે પુજન દર્શન ઉપરાંત અહી ફલાેટ પ્રદર્શિત કરવામા અાવશે. ઉપરાંત સહજાનંદ ગુરૂકુળ ખાતે પણ કૃષ્ણ જન્માેત્સવનાે ફલાેટ રજુ કરાશે.

ભાવિકાે ગરમ કુંડમા હાથ-પગ ધાેઇ શકશે
તુલસીશ્યામ મંદિરના મેનેજર અશાેકભાઇ ગઢવીઅે જણાવ્યું હતુ કે મંદિરે બપાેરે મહાપ્રસાદનુ અાયાેજન કરાયુ છે. ઉપરાંત ભકતાે માટે અહી ગરમ પાણીના કુંડમા હાથ પગ ધાેવાની વ્યવસ્થા કરાઇ છે.

બાબરામાં શાેભાયાત્રાનું અાયાેજન
બાબરામા પંચનાથ મહાદેવ મંદિર ખાતેથી ભગવાન કૃષ્ણની શાેભાયાત્રાનુ અાયાેજન કરાયુ છે. સહિયર ગૃપના સહયાેગથી યાેજાનારી અા શાેભાયાત્રા શહેરના માર્ગાે પર ફરશે. અને જુદાજુદા 15 સ્થળે મટકીફાેડ યાેજાશે. ધારીમા બાલકૃષ્ણલાલજી હવેલી ખાતે સાેમવારે નંદ મહાેત્સવ થશે.

જન્માષ્ટમીના તમામ મેળા માેકુફ રહ્યાં
સતત બીજા વર્ષે જન્માષ્ટમી પર્વ પર અમરેલી, દામનગર, સાવરકુંડલા, રાજુલા, વડીયા, બગસરા ખાતે યાેજાનારા લાેકમેળાઅાે રદ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...