ભાજપના પૂર્વ આગેવાનનો આક્ષેપ:'અમરેલી APMCમાં વર્ષોથી ભાજપ-કૉંગ્રેસ સાથે મળી 'ભાગ બટાઈ' કરે છે'

અમરેલીએક મહિનો પહેલા
  • ભાજપના પૂર્વ આગેવાને ચૂંટણીમાં ઝંપલાવતા અમરેલીના સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું
  • ઘણા કાર્યકરોને ચૂંટણી લડવી છે પરંતુ ભાજપ-કોંગ્રેસનો ડર લાગી રહ્યો છે- પૂર્વ ભાજપ મંત્રી રણજીત વાળા ​​​​​​​

2022 વિધાન સભા ચૂંટણી પહેલા અમરેલી APMCની ચૂંટણીને લઈ અમરેલી જિલ્લામાં રાજકારણ ગરમાયુ છે. અહીં વર્ષોથી ભાજપ કોંગ્રેસ સાથે મળી ઉમેદવારો ઉભા રાખી બિનહરીફ કરવામાં આવે છે. જેના કારણે આ વખતે પહેલી વખત આ જૂથ વચ્ચે અમરેલી તાલુકાના પીપળલગ ગામના સરપંચ રણજીત વાળા અને સહકારી મંડળીના પ્રમુખ અને તાલુકા ભાજપ મંત્રી સહિત સંગઠનમાં વિવિધ હોદા ઉપર ફરજ બજાવી ચૂકેલા આગેવાન એ ફોર્મ ભરતા રાજકારણ ગરમાયુ છે. અહીં અમરેલી માર્કેટીંગ યાર્ડ વેપારી વિભાગની બેઠકો બિનહરીફ થઈ છે. તેલીબિયા વિભાગની બે બેઠકો બિનહરીફ થઈ છે અને ખેડૂત વિભાગમાં રણજીતભાઈ વાળાએ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે જેના કારણે 12 તારીખ એ અમરેલી માર્કેટીંગ યાર્ડ ખાતે ચૂંટણી યોજાવાની છે આખું યાર્ડ બિનહરીફ નહિ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

અમરેલી તાલુકાના પીપળલગ ગામના સરપંચ રણજીતભાઈ વાળાએ જણાવ્યું હતું કે, હું સહકારી મંડળીનો પ્રમુખ છું. વર્ષોથી ભાજપ સંગઠનના વિવિધ હોદા ઉપર ફરજ બજાવી ચુક્યો છું. જ્યારે અહીં વર્ષો થી આ યાર્ડમાં ભાજપ કોંગ્રેસ સાથે મળી ઉમેદવારો ઉભા રાખે છે. આ વર્ષે પણ એવું જ થયું છે જેના કારણે અમરેલી તાલુકાના લોકોને ન્યાય મળે તે મેં ફોર્મ ભર્યું છે અને ભાજપ કોંગ્રેસ બંને સાથે મળી સેટિંગ કરી ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે.

અમરેલી માર્કેટીંગ યાર્ડ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી મોટું યાર્ડ આધુનિક છે, વિવિધ સુવિધાઓ પણ છે. અહીં ખેડૂત વિભાગની 12 તારીખે ચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...