મતદારયાદી:અમરેલીમાં મતદાર યાદી સુધારણા હેઠળ બેઠક મળી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓને વધુમાં વધુ રજીસ્ટ્રેશન માટે તાકીદ

અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક મળી હતી. જેમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવા માટે કલેક્ટરે અધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ નવેમ્બર માસ દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ખાસ ઝુંબેશ હાથ ધરવા પણ આયોજન કરાયું છે. જિલ્લામાં નવેમ્બર માસમાં 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 14, 21, 27 અને 28 નવેમ્બરના રવિવારના દિવસે મતદાન બુથ પર બીએલઓને પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવી પોતાનું નામ મતદારયાદીમાં સમાવેશ કરી શકશે . તેમજ યુવાનો ઓનલાઈન માધ્યમથી પણ સુધારણા કાર્યક્રમનો લાભ લઇ શકશે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અધિકારીઓને વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવા સૂચના અપાઈ હતી. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.વી. વિઠલાણી, પ્રાંત અધિકારી સી.કે. ઊંધાડ, ચૂંટણી મામલતદાર આરજૂ ગજ્જર સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...