ખેલ ​​​​​​​મહાકુંભ:અમરેલીના શિક્ષણવિદને સીએમના હસ્તે એવોર્ડ, સ્કુલને રૂપિયા 3 લાખનું રોકડ ઇનામ પણ અપાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેલ મહાકુંભમાં ગજેરા વિદ્યાભવને રાજ્યમાં બીજું સ્થાન મેળવ્યું હતું

ખેલ મહાકુંભમા અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ અને શિક્ષણવિદ ચુનીભાઇ ગજેરા સંચાલિત ગજેરા વિદ્યાભવન સુરતને રાજયમા બીજુ સ્થાન મળ્યું હોય કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજયના મુખ્યમંત્રીના હસ્તે મેનેજીંગ ટ્રસ્ટીને એવોર્ડ અપાયો હતો.

ખેલ મહાકુંભમા ઝોન કક્ષાથી શરૂ થઇ રાજયકક્ષા સુધી યોજાયેલી રમતમા ખેલાડીઓએ પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. રાજયમા પ્રથમ, દ્રિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર શાળાઓનુ સરકાર દ્વારા વિશેષ સન્માન કરવામા આવ્યું હતુ. અમરેલીના ઉદ્યોગપતિ ચુનીભાઇ ગજેરા કતારગામમા ગજેરા વિદ્યાભુવન ચલાવે છે અને તેઓ મેનેજીંગ ટ્રસ્ટી છે. આ શાળાએ સમગ્ર રાજયમા ખેલમહાકુંભમા બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.

જેને પગલે સમાપન સમારોહમા દેશના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઇ શાહ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, યુથ અફેર્સ અને સ્પોર્ટસ યુનિયન મિનીસ્ટર અનુરાગ ઠાકુર, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી વિગેરેની ઉપસ્થિતિમા ચુનીભાઇ ગજેરાને આ એવોર્ડ અપાયો હતો. તેમની સ્કુલને રૂપિયા ત્રણ લાખનુ રોકડ ઇનામ અપાયુ હતુ. તેમણે અને સ્પોર્ટસ ડાયરેકટર શ્રીમતી ગુલાબ વસાણી, સિનીયર પ્રિન્સીપાલ જયેશ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો અને શાળાના રમતવિરોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...