આયોજન:અમરેલી ડીએલએસએસના ખેલાડીઓ શુટીંગ સ્પર્ધામાં નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રિવેન્દ્રમ અને ઇન્દોરમાં રાઇફલ શુટીંગ ચેમ્પીયનશીપનું આયોજન

તાજેતરમા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત એસ.એચ.ગજેરા ડીએલએસએસના ખેલાડીઓએ 58મા ગુજરાત સ્ટેટ શુટીંગ ચેમ્પીયનશીપમા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હવે આ ખેલાડીઓ નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

વિદ્યાસભા સંચાલિત એસ.એચ.ગજેરા ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સંકુલની ટીમ 58મા ગુજરાત સ્ટેટ ચેમ્પીયનશીપમા ભાગ લીધો હતો અને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્જ મેડલ મેળવ્યો હતો. તેમજ પ્રિ-નેશનલ માટે કવોલીફાઇ સ્કોર અચિવ કર્યો હતો. બે ખેલાડી 31મી ઓલ ઇન્ડિયા જીવી માવલંકર શુટીંગ ચેમ્પીયનશીપમા ભાગ લેવા ત્રિવેન્દ્રમ ગયા છે.

આ ઉપરાંત નવમી વેસ્ટ ઝોન રાઇફલ શુટીંગ ચેમ્પીયનશીપ આર્મી માકસમેન યુનીટ ઇન્ફેન્ટ્રી સ્કુલ મહુ ઇન્દ્રોર ખાતે યોજાનાર છે. જેમા સુહાનાબેન સોલંકી, ઇવાંશીબેન પરાલીયા, મિતલબેન મકવાણા ભાગ લેવા ગયા છે. આ ખેલાડીઓએ ખેલ મહાકુંભ-11,11મા રાજયકક્ષાએ બે સિલ્વર અને એક બ્રોન્જ મેડલ મેળવ્યો હતો. સંસ્થાના પ્રમુખ વસંતભાઇ ગજેરા, ચતુરભાઇ ખુંટ, કેમ્પસ ડાયરેકટર હસમુખભાઇ પટેલ, કોચ પુલકિતાબેન વિગેરેએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...