ચુંટણી:અમરેલી જિલ્લામાં 3 સરપંચ પદ અને 36 વાેર્ડની પેટા ચૂંટણી થશે

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસળીયા ખાંભલીયા અને થાેરડીમાં નવા સરપંચ ચૂંટાશે

અમરેલી જિલ્લામા 490 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીની સાથે સાથે 38 ગ્રામ પંચાયતાેની પેટા ચુંટણી યાેજાવા જઇ રહી છે. અા 38 ગ્રામ પંચાયતાે પૈકી 3મા સરપંચ પદની ચુંટણી થશે. જયારે 6મા અેક અેક વાેર્ડની પેટા ચુંટણી થશે.સાવરકુંડલા તાલુકાના થાેરડી ગામમા હાલમા સરપંચ પદની જગ્યા ખાલી છે. વાેર્ડ નં-8મા પણ અેક સભ્ય પદની જગ્યા ખાલી છે. અાવી જ રીતે રાજુલા તાલુકાના વિસળીયા તથા ખાંભલીયા ગામમા પણ સરપંચ પદની જગ્યા ખાલી છે.

ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીની સાથે જ સરપંચ પદનુ મતદાન યાેજવામા અાવશે. થાેરડીમા સરપંચ ઉપરાંત અેક વાેર્ડની પેટા ચુંટણી પણ થશે. અાવી જ રીતે અન્ય 36 ગ્રામ પંચાયતમા જુદાજુદા 36 વાેર્ડ મેમ્બરની પેટા ચુંટણી થશે. નવા ખંભાળીયા, ખડ ખંભાળીયા, નાના અાંકડીયા અને લાપાળીયા, વડીયા તાલુકાના ભુખલીસાંથળી, લાઠીના દહિંથરા, અાંબરડી, ધામેલપરા અને ભીંગરાડ, બાબરા તાલુકાના ચમારડી, વાવડી, રાણપર, નાની કુંડળ અને કાેટડા ખીજડીયા, સાવરકુંડલા તાલુકાના બાઢડા, થાેરડી, સીમરણ, ગાધકડા, ધારી તાલુકાના ઝરપરા, કાેઠા પીપરીયા, વાવડી, કાેટડા, ખીચા, માલસિકા, ફતેગઢ, નાંગધ્રા, નાના સમઢીયાળા, કુબડા, ગીગાસણ અને કરમદડી, રાજુલા તાલુકાના બારપટાેળી, પીપાવાવ, બર્બટાણા, નાના રીંગણીયાળા અને વિકટર તથા જાફરાબાદ તાલુકાના છેલણા ગામમા અેક અેક વાેર્ડની પેટા ચુંટણી થશે.

અન્ય સમાચારો પણ છે...