ધોધમાર વરસાદ:અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત, રાજુલાની મુખ્ય બજારમાં પૂરની માફક પાણી વહેતા થયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NDRFની ટીમ તૈનાત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી

હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે તેવા સમયે અમરેલીના બગસરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના કારણે નદી નાળા ચેકડેમો છલકાય ઉઠ્યા છે બગસરની સાતલડી નદીમાં પુર જોવા મળ્યું હતું.

રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ
રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે પીપાવાવ, જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તરમાં વરસાદ ધીમીધારે સતત પડી રહ્યો છે જેના કારણે આજે વરસાદ નું જોર વધી રહ્યું છે દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં જેના કારણે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય શકે છે.

અમરેલી કલેકટર તમામ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા છે
હવામાન વિભાગની આગાહીને કારણે એક એન ડી.આર.એફ.ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા આજે કંટ્રોલ રૂમ અને ડિઝાસ્ટમાં પોહચીયા હતા હાલની જિલ્લાની કેવી પરિસ્થિતિ છે તેને લઈ તમામ ગતિવિધિ ઉપર સતત નજર રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...