કમોસમી વરસાદ:અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે છૂટો છવાયો વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

અમરેલી2 મહિનો પહેલા

બંગાળની ખાડીમાં ડિપ્રેસરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ સતત ચોથા દિવસે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. એક બાજું દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને બીજી બાજુ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.
તૈયાર પાકમાં નકસાનની ભીતિ
આજે સાવરકુંડલા તાલુકાના વિજપડી અને આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તા પર અને બજારો ઉપર પાણી ફરી વળ્યાં છે. વરસાદથી ગરમીમાંથી જરૂર લોકોને રાહત થઈ છે. દિવાળીના તહેવારોમાં ખેડૂતોને કપાસ, મગફળી જેવા પાકો વેચવાના હોય છે જોકે, આ સમયે વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...