વ્યાજખોરોની હવે ખૈર નથી:અમરેલી જિલ્લા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ પાંચ ગુનાઓ દાખલ કર્યા, સતત કાર્યવાહી માટે પોલીસ લોક દરબારો યોજી રહી છે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવા તમામ પોલીસ સ્ટેશનોને સુચના આપવામા આવી હતી આ લોકદરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો દ્વારા પોતાની રજૂઆત લેખિત અરજીના રૂપે આપવામાં આવી હતી. જેમાં વિવિધ અરજીઓ મળેલ. જેની સત્યતા ચકાસી તુરંત યોગ્ય પગલા લેવાતા કુલ-05 ગુનાઓ અત્યાર સુધીમા દાખલ કરવામાં આવ્યા છે. તા.05/01/2023ના વડીયા પોલીસ સ્ટેશનમા 1, સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉન 1, તા.09/01/2023 ના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન 1,નાગેશ્રી પોલીસ સ્ટેશન 1 અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન 1 મળી આજ દીન સુધીમાં વ્યાજખોરો વિરૂધ્ધમાં કુલ-05 ગુનાઓ દાખલ કરવામા આવ્યા છે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી પોલીસ દ્વારા ઝૂંબેશ યથાવત રાખી​​​​​​​ આ જુંબેશ 05,જાન્યુઆરી 2023 થી 31,જાન્યુઆરી 2023 સુધી ચાલશે​​​​​​​. આ અંગે વધુ માહિતી મેળવવા નાગરિકો અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ 02792-223498 પર સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...