આગામી દિવસોમા ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામા આવતા અમરેલી SP હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ આવતીકાલે 05-01-2023 સવારે 11 વાગે અમરેલી શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરોથી પીડાતા નાગરિકો માટે ખાસ લોકદરબાર યોજાશે. આ ઉપરાંત વ્યાજખોરો સામે માહિતી નાગરિકો દ્વારા કંટ્રોલ રૂમ 02792-223498 પર સંપર્ક કરી આપી શકે છે આવતી કાલથી અમરેલી પોલીસ દ્વારા નવી પહેલ શરૂ કરાશે અને વ્યાજથી પીડાતા લોકોની રજુઆત સાંભળશે.
દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમા લોક દરબાર કરવા માંગ ઉઠી
પીપવાવ વિસ્તારમા દરિયા કાંઠાના ગામડા ચાંચ બંદર,વિકટર,ખેરા,સહિત વિસ્તારમાં દેશી દારૂનું દુષણ વધવાના કારણે અહીં દારૂની પ્રવુતિ વધી રહી હોવાને કારણે ભાવનગર રેન્જ.આઈ.જી. અને અમરેલી પોલીસ આધિક્ષક દ્વારા પીપાવાવ વિસ્તારના દરિયા કાંઠે ચાંચ બંદર વિસ્તારમાં લોક દરબાર યોજી લોકોની રજુઆત સાંભળે તો ચોંકાવનારી રજૂઆતો આવી શકે છે. બીજી તરફ જાફરાબાદ તાલુકાના ટીંબી વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનું દુષણ વધી રહ્યું છે જેના કારણે દરિયાઈ બેલ્ટ વિસ્તારમા દારૂ જેવી ગેરકાયદેસર પ્રવુતિઓ માટે લોક દરબાર યોજવા લોકો ઈચ્છી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.