માસ્ક તો પહેરવું જ પડશે:કોરોના સંક્રમણ વધતા અમરેલી જિલ્લા પોલીસ વડાએ માસ્ક પહેરવા કડક સૂચના આપી

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક નહીં પહેરનાર અને ભીડ એકઠી કરનારા સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ હવે દિનપ્રતિદિન વધી રહ્યું છે. અમરેલી શહેર અને જિલ્લામાં પણ કોરોના કેસ દરરોજ આવી રહ્યા છે અને મોટો ઉછાળો પણ આવી રહ્યો છે. ત્યારે ખાસ કરી બેદકાર લોકો માસ્ક વગર ફરતા હોય છે અને બજારોમાં ભીડ એકઠી કરતા હોય તેવા લોકો સામે કડક કાર્યવાહીના આજે અણસાર અમરેલી પોલીસે આપી દીધા છે.

અમરેલી શહેરમા કેસ વધુ વધે સંક્રમણ ફેલાય તે પહેલા પોલીસ હરકતમાં આવી છે. આજે અમરેલી શહેરમા ખુદ જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય, એલસીબી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પેટ્રોલિંગ કરવા નીકળ્યો હતો અને શહેરમાં ભીડ એકઠી કરશે તેની સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી દેવાઇ છે. ત્યારે સ્થાનિક પોલીસને પણ સૂચના આપી છે. જે લોકો માસ્ક નહીં પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તેની સામે કડક કાર્યવાહી કરી શકે છે.

હવે શહેર અને જિલ્લાના તાલુકા મથક પર તમામ લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. સમગ્ર જિલ્લામા તાલુકા મથક પર ખુદ જિલ્લાના SP નજર રાખી રહ્યા છે. તમામ તાલુકાના પોલીસ અધિકારીઓને પણ કડક સૂચના અને આદેશ આપી દેવાયા છે. આ ઉપરાંત સતત પેટ્રોલિંગ દરેક તાલુકા મથકની વેપારી બજારોમાં પોલીસ તંત્ર સતત નજર રાખશે.

અન્ય સમાચારો પણ છે...