ઉમેદવારો આ તક છોડતા નહીં:અમરેલી જિલ્લા પોલીસે LRD ઉમેદવારોને શારીરિક કસોટીની પ્રેક્ટિસ માટે 6 મેદાન ફાળવ્યા, વાંચો આખું લિસ્ટ

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉમેદવારોએ મેદાનમાં પ્રેક્ટિસ માટે રવિવારે સવારે 6.30થી 9 વાગ્યા સુધીમાં નોંધણી કરાવવી પડશે
  • નોંધણી દરમિયાન તેમણે ભરેલા ફોર્મની નકલ પણ સાથે રાખવી પડશે

ગુજરાતમાં લાંબા સમય બાદ LRDની 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ થવાની છે. ત્યારે ઉમેદવારો હાલ શારીરિક કસોટી માટે આકરી તૈયારી કરી રહ્યા છે. ઘણા ઉમેદવારો શારીરિક કસોટી માટે મેદાન ન હોવાથી ખેતરમાં કે અન્ય ખુલ્લી જગ્યા પર દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એવામાં રાજ્યના છેવાડાના ઉમેદવારો પોલીસમાં લાગી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં અમરેલી જિલ્લામાં કુલ 6 જગ્યાએ દોડની પ્રેક્ટિસ માટે મેદાનો પોલીસ દ્વારા ઉપલબ્ધ કરાવાયા છે. ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.

ઉમેદવારોએ મેદાન પર જઈને નોંધણી કરાવવી પડશે
હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'અમરેલી જિલ્લામાં 6 જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોની તાલીમનો શુભારંભ. ઉમેદવારોને લાભ લેવા વિનંતી.' આ મેદાનમાં પ્રેક્ટિસ કરવા માંગતા ઉમેદવારોએ 21મી તારીખને રવિવારે સવારે 6.30 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં મેદાન પર જઈને નોંધણી કરાવવી પડશે. નોંધણી દરમિયાન તેમણે ભરેલા ફોર્મની નકલ પણ સાથે રાખવી પડશે.

ભાવનગરમાં યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવાશે
આ ઉપરાંત વલસાડમાં પણ પોલીસ અધીક્ષક દ્વારા હાલ 250 જેટલા યુવાનોને શારીરિક તથા લેખિત પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે. જ્યારે ભાવનગરમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને મેદાન ઉપલબ્ધ કરાવવા તથા માર્ગદર્શન આપવા ભાવનગર તથા બોટાદ જિલ્લા પોલીસ અધીક્ષકને સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં અન્ય કયાં કયાં ઉમેદવારોને મેદાનો પ્રેક્ટિસ માટે ફાળવાયાં?

  • જામનગર જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતેનું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમેદવારો માટે દોડની પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ છે.
  • લોકરક્ષક ભરતીની દોડની તૈયારી માટે ઉમેદવારોને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં SRP ગ્રુપનાં મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સુરતના કામરેજ પાસેના વાવમાં પણ SRP ગ્રુપનાં મેદાનો ઉમેદવારોને ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સાબરકાંઠાના પોલીસ અધીક્ષક દ્વારા જિલ્લામાં કુલ 13 જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોને તૈયારી માટે મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.