તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:અમરેલી જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું 64 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર

અમરેલી2 મહિનો પહેલા

અમરેલી જિલ્લા પંચાયત ની ચૂંટણી ના પરિણામ બાદ પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી બાદ આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમા પ્રથમ અંદાજ પત્ર રજૂ કરવા મા આવ્યુ હતુ સર્વાનુમતે સ્વભંડોળ સહિતનું 641.65 લાખ નુ કુલ બજેટ મંજુર કરાયુ હતુ.

અમરેલી જિલ્લા પંચાયતના વર્ષ 2021-22ના સ્વભંડોળના બજેટમાં માનદ વેતન/પગાર ભથ્થા આવશ્યક ખર્ચ માટે 158 લાખ, પંચાયત ક્ષેત્ર માટે 3.21 લાખ, નોકરિયાત ક્ષેત્રે 2.42 લાખ, વિકાસ ક્ષેત્રે 341.44 લાખ, શિક્ષણ ક્ષેત્રે 6.94 લાખ, આરોગ્ય ક્ષેત્ર માટે 15.94 લાખ, ખેતીવાડી ક્ષેત્ર માટે 2.10 લાખ, બાંધકામ ક્ષેત્ર માટે 32.50 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્ર માટે 10.98 લાખની જોગવાઈ કરવાામા આવી છે.

આ સિવાય જિલ્લા પંચાયતની 8 જેટલી વિવિધ સમિતિની રચના કરવામા આવી હતી. આજે પ્રથમ બેઠક શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે સંપન્ના થઈ હતી. બજેટ સર્વાનુમતે મંજુર થતા હાજર રહેલા જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા આવકારી લેવાયુ હતુ. આ બેઠક મા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર,સાંસદ નારણ કાછડીયા,જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, ઉપપ્રમુખ ભુપત વાળા સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો