મેજિસ્ટેટનું જાહેરનામું:અમરેલી જિલ્લાની હોટેલમાં રોકાણ કરનારાઓની 'પથિક' પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરવી જરુરી

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોફ્ટવેર સાથે રજીસ્ટર થયેલા હોટેલ ધારક જ ક્રાઈમ બ્રાંચથી આપવામાં આવેલા યુઝરનેમ, પાસવર્ડથી એન્ટ્રી કરી શકશે

અમરેલી જિલ્લાની તમામ હોટેલ તેમજ ગેસ્ટ હાઉસે, હોટેલમાં રહેવા આવનાર તમામ ગ્રાહક/મુસાફરોની માહિતી 'PATHIK' (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર્સ એન્ડ હોટેલ ઇનફોર્મેશન) ઓનલાઈન પોર્ટલમાં ડેટા એન્ટ્રી માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ગુના તથા આતંકવાદ જેવી ઘટનાઓ અટકાવવા પ્રયાસ
સોફ્ટવેર સાથે રજીસ્ટર થયેલા હોટેલ ધારક જ ક્રાઈમ બ્રાંચ ખાતેથી આપવામાં આવેલા યુઝરનેમ, પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકશે. સોફ્ટવેર હોટેલમાં ઇન્સ્ટોલ કરવા માટે જે-તે સ્થળ પર જવાની જરુર નથી, પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે-તે હોટલની રજીસ્ટ્રેશન લગત માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ યુઝરનેમ અને પાસવર્ડ આપતા હોટેલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે અને રોકાણ કરનાર ગ્રાહકની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થાય છે. સાંપ્રત સમયમાં બનતા ગુના તથા આતંકવાદ જેવી ઘટનાઓ અટકાવવા તેમજ આકસ્મિક સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લામાં પથિક પોર્ટલની અમલવારી આવશ્યક છે.
હોટલ ધારકો જાહેરનામા નો ભંગ કરશે તો કાર્યવાહી થશે
​​​​​​​
સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી માટે બહુમાળી ભવન,એ બ્લોક, પ્રથમ માળ, રુમ નં.102,એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટેલ, ગેસ્ટહાઉસ માલિકે હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈ.ડી-પાસવર્ડ દિન-10માં મેળવી લેવા જાહેરનામામાં જણાવાયું છે. અમરેલી જિલ્લામા તા.27-09-2022 સુધી આ જાહેરનામુમ અમલી રહેશે. જાહેરનામાના ભંગ કરનાર વિરુદ્ધ કલમ-188ની જોગવાઈ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...