તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભલે પધાર્યાં:અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ, ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટાં પડ્યાં

અમરેલી19 દિવસ પહેલા
  • સાવરકુંડલામાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં, ખેડૂતોમાં ખુશીનો માહોલ
  • આવતા 5 દિવસ માટે સૌરાષ્ટ્રના અને ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે આગાહી આપવામાં આવી છે. આવતા 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. ત્યારે અમરેલી જિલ્લામાં 4 દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જ્યારે હવામાન વિભાગની આગાહી બાદ આજે જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવ્યા બાદ મોડી સાંજે દરિયામાં કરંટ આવતા મોજા ઉછળ્યાં હતા.

આજે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ કેટલાક તાલુકામા જોવા મળ્યો છે. અતિ ગરમી અમે બફારા વચ્ચે ધારીના ચલાલા શહેરમા વરસાદી ઝાપટા પડતાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તાર કુબડા અને ડાંગાવદર સહિત આસપાસના ગામડામા વરસાદ જોવા મળ્યો હતો.

બીજી તરફ સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આસપાસના ગામડા વંડા, પીઠવડી, ભેકરા, ગણેશગઢ અને ઝીઝૂડા સહિત કેટલાક ગામડામાં વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં નવો ઉત્સાહ છવાયો છે. કેમ કે, કેટલાક તાલુકાના ગામડામાં વરસાદ ખૂબ વધુ ખેંચાયો છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેવા સમયે વરસાદના પડવાથી ઘણા અંશે ખેડૂતોએ રાહતનો શ્વાસ મળ્યો છે.

વરસાદ વધુ પડશે તો પીજીવીસીએલની કમગીરી અટકશેતાઉ-તે વાવાજોડા બાદ ખેતીવાડીના તામામ વિજપોલ તાર પડી ગયા છે તેની કામગીરી વાડી વિસ્તાર કામગીરી ચાલી રહી છે જે હજુ ઘણા દિવસો સુધી ચાલશે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં જો વરસાદ વધુ પડશે તો આ કામગીરી પીજીવીસીએલ વિભાગ નહિ કરી શકે અને પાણી ભરાય જશે જેથી ખેતીવાડીની વીજળી આવતા વધુ ટાઇમ કાઢવો પડશે.

જાફરાબાદ બંદર પર 3 નંબર નું સિગ્નલ લગાવ્યા બાદ દરિયામાં કરંટ આવ્યો

હવામાન વિભાગની આગાહી બાદ આજે જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવ્યા બાદ મોડી સાંજે દરિયામાં કરંટ આવતા મોજા ઉછળીયા હજુ પવનની સ્પીડ પણ વધી શકે છે

અન્ય સમાચારો પણ છે...