વેક્સિનેશન:અમરેલી જિલ્લામાં અંતે કોવેક્સિનનો જથ્થો ફાળવાયો

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીજો ડોઝ લેનારની મુશ્કેલી દૂર થશે

અમરેલી જિલ્લામાં લાંબા સમયથી કોવેક્સીન રસીનો જથ્થો આવતો ન હતો. જેના કારણે કોવેક્સીનનો પ્રથમ ડોઝ લેનાર લોકોને બીજા ડોઝ માટે ધક્કા ખાવા પડતા હતા. પણ અંતે અમરેલી જિલ્લાને કોવેક્સીનના 20 હજાર ડોઝ ફાળવવામાં આવ્યા છે.

અત્યારે જિલ્લાના 45 સેન્ટર પર કોવેક્સીન રસી આપવામાં આવી રહી છે.અમરેલી જિલ્લામાં 517817 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. અને 198414 લોકોએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે. પણ થોડા સમયથી અમરેલી જિલ્લામાં કોવેક્સીન રસીનો જથ્થો ન હતો. જેના કારણે પ્રથમ ડોઝ લેનાર લોકોને રસીકરણ સેન્ટર સુધી ધક્કા ખાવા પડતા હતા. અને અનેક પ્રકારની મુશ્કેલી વેઠવી પડતી હતી.અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગના ડો. જાટે જણાવ્યું હતું કે જિલ્લામાં બે દિવસ પહેલા 20 હજાર કોવેક્સીનના ડોઝ આવ્યા છે. ઉપરાંત દરરોજ કોવિશિલ્ડ અને કોવેક્સીનના 15 હજાર ડોઝ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...