જાગૃતિ કાર્યક્રમ:અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમે પીપાવાવ શીપયાર્ડ APM ટર્મીનલ ખાતે “સાયબર ક્રાઇમ જાગૃતતા” અંગે માર્ગદર્શન આપ્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી પોલીસ દ્વારા ઉદ્યોગના કર્મચારીઓ માટે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું

અમરેલી પોલીસ દ્વારા ઉદ્યોગના કર્મચારીઓ માટે સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમે પીપાવાવ શીપયાર્ડ APM ટર્મીનલ ખાતે “સાયબર ક્રાઇમ જાગૃતતા” અંગે માર્ગદર્શન આપ્યું હતું. અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા આપેલ સુચના મુજબ જીલ્લામાં સાયબર ક્રાઇમ અંગે આમ નાગરીકોમાં જાગૃતતા આવે અને લોકો સાયબર ક્રાઇમ પ્રત્યે સાવચેત તથા સાવધાન રહી ઓનલાઇન ફ્રોડનો ભોગ ન બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

શીપયાર્ડમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓને સાયબર ગુન્હેગારો દ્વારા આમ નાગરીકો સાથે ઓનલાઇન ફ્રોડ કરવાના હેતુથી આચરવામાં આવતી અવનવી તરકીબો જેવી કે લોન ફ્રોડ, ન્યુડ વિડીયો કોલ ફ્રોડ, OLX ફ્રોડ, સીમ સ્વેપીંગ, ATM કાર્ડ કલોનીંગ, KBC ફ્રોડથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ પોતાના બેંક અકાઉન્ટ,વોલેટ લગત માહિતી ગુપ્ત રાખી કોઇપણ વ્યકતિ સાથે શેર ન કરવા કે લોભામણી જાહેરાતો ફેક ફોન કોલ્સ પર વિક્ષ્વાસ ન કરવા જરૂરી માર્ગદર્શન આપી,સાયબર ક્રાઇમ અવેરનસ કાર્યક્રમ સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લામા સાઇબર ક્રાઇમમાં ભૂતકાળમાં અનેક નાના મોટા કેસ નોંધાય હોવાને કારણે અમરેલી સાઇબર ક્રાઇમ સોશ્યલ મીડિયા અને રૂબરૂ બેઠકો કરી લોકો જાગૃત કરવા અને લોભામણી વાતોમાં ન આવે તે માટે સતત કાર્યવાહી કરી લોકોમાં જાગ્રતા ફેલાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...