ભાજપમાં આવે તે પહેલા જ વિરોધ શરૂ:હાર્દિક પટેલ 'કેસરિયા' કરે તે પહેલા જ અમરેલી જિલ્લા ભાજપના કાર્યકર્તાએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યકત કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હાર્દિકના સંભવિત ભાજપ પ્રવેશ પહેલા જ ભાજપના કાર્યકર્તાઓમાં કચવાટની લાગણી ફેલાઈ છે. કેટલાક કાર્યકર્તાઓએ તો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યકત કરવાની પણ શરૂઆત કરી દીધી છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રીએ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી નારાજગી વ્યકત કરી છે.

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી ભરત વેકરિયાએ એક ફેસબુક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, "આ એજ છે ભાજપના સી.એમ.આનંદીબેન ને ખુરશી છોડવા મજબૂર કરનાર', 'આ એજ છે જ્યારે પાસનો પ્રચાર કરવા આવતો ત્યારે કાર્યકરોને તેની સામે દેખાવો કરવા ભાજપ આગેવાનો કહેતા', 'આ એજ છે જેને ભાજપના આગેવાનો અને કાર્યકરોને બેફામ ગાળો આપી છે.'આ પ્રકારની પોસ્ટ અમરેલી જિલ્લામાં ભાજપ આગેવાનો કાર્યકરો શેર કરી રહ્યા છે અને રોષ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આવતા દિવસોમાં હાર્દિક ભાજપમાં પ્રવેશ કરશે તો ચોકસ ભાજપના કાર્યકરો આગેવાનોમાં નારાજગી ફેલાશે.

2017માં અમરેલીની 4 વિધાન સભા બેઠક પર ભાજપને હરાવવા સિંહફાળો હતો
વર્ષ 2017 વિધાન સભા ચૂંટણી સમયે અમરેલી વિધાન સભા,લાઠી બાબરા વિધાન સભા,સાવરકુંડલા લીલીયા વિધાન સભા,ધારી બગસરા વિધાન સભા આ ચાર બેઠક પર હાર્દિકની જંગી સભાઓ યોજી હતી કારણે ધારી બેઠકમાં ભાજપના દિગજ નેતા દિલીપ સંઘાણીની પણ હાર થઈ હતી એવી જ રીતે અમરેલી બેઠક પર ભાજપના પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડની હાર થઈ હતી બાબરા બેઠક પર ઉધોગપતિ ગોપાલ વસ્ત્રાપરાની હાર થઈ હતી તેની સામે પરેશ ધાનાણી,વિરજી ઠુમર,જેવી કકડીયા, પ્રતાપ દુધાત આ ચારેય નેતાઓ ને હાર્દિકની સભાઓ અને પ્રચારના કારણે ફાયદો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...