જાહેરનામું:અમરેલી જિલ્લામાં ચેટીચાંદ અને રામનવમીના તહેવારને લઈ ૦4 એપ્રિલ સુધી સભા-સરઘસ અને હથિયાર પર પ્રતિબંધ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આગામી દિવસોમાં ચેટીચાંદ અને રામનવમીના તહેવાર અને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ના કાયદાની કલમ-37(1), 37(3), અને 33 અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે આગામી તા.4 એપ્રિલ, 2023 સુધી અમલી રહેશે.

અમરેલી જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, બંદૂક વગેરે જેવા હથિયારો લઈ જવાની, સ્ફોટક પદાર્થો લઈ જવાની, વ્યક્તિઓના પૂતળા દેખાડવાની કે છટાદાર ભાષણ આપવા સહિતના કૃત્યો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના કોઈ સભા, મંડળી ભરવાની કે સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્ની પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ફરજ પર હોય તેવા પોલીસ તથા હોમગાર્ડ સહિતના ફરજ પર હોય તેવા સરકારી તેમજ અર્ધસરકારી અધિકારીઓ-કર્મચારીઓ, સ્મશાન યાત્રા, વરઘોડા ઉપરાંત શારીરિક અશક્તિના કારણે લાકડી લઈને ફરવું જરુરી હોય તે વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.