બેઠક:અમરેલી જિલ્લા વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022ના હિસાબમેળ અંગેની બેઠક યોજાઈ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં તાજેતરમાં સમાપ્ત થયેલી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના પરિણામ જાહેર થયા બાદ ચૂંટણી પંચના નિયમ મુજબ 30 દિવસની વૈધાનિક સમય મર્યાદામાં ઉમેદવારે ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવાના હોય છે. આ કડીના ભાગરુપે ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબો અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હિસાબમેળ અંગેની બેઠક યોજાઈ હતી.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન ફરજ બજાવી ચૂકેલા ખર્ચ ઓબ્ઝર્વર રામક્રિષ્ન કેડિયા અને ગુંજનકુમાર વર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી હિસાબમેળ બેઠકમાં ઉમેદવારો વતી ચૂંટણી એજન્ટઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ વિધાનસભાના ખર્ચ પત્રકોની વિગતો રજૂ કરવામાં આવી હતી. જે ઉમેદવારોના ખર્ચ પત્રકો જમા કરવામાં આવ્યા હતા. તેમને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પાવતી આપવામાં આવી હતી. આ બેઠકમાં ઈન્ચાર્જ કલેક્ટર દિનેશ ગુરવ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિજય પટણી તથા ચૂંટણી ફરજ પર રોકાયેલ અધિકારી - કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...