ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ:અમરેલી જિલ્લાની 393 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ, તમામ બૂથ પર કર્મચારીઓ જરૂરી સામગ્રી સાથે રવાના

અમરેલીએક મહિનો પહેલા
  • શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • સરપંચ પદ માટે 1022 અને સભ્યપદ માટે 5941 ઉમેદવારો મેદાનમાં

રાજ્યમાં રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. તમામ તાલુકા મથક પર કર્મચારી અને પોલીસ જવાનો ગ્રામ્ય વિસ્તારમાં મતદાન બૂથો પર રવાના થયા હતા. ચૂંટણી લક્ષી તમામ સામગ્રી સાથે લઈ કર્મચારીઓ પોતાના બૂથ પર પોલીસ હોમગાર્ડ જવાનો સાથે રવાના થયા છે.

અમરેલી જિલ્લામાં 393 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. 833 મથકો ઉપર આવતીકાલે મતદાન થશે. જિલ્લામાં કુલ 3,54,283 પુરુષો તેમજ 3,28,390 સ્ત્રી મતદારો મળી જિલ્લામાં કુલ 6,82,781 મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં સરપંચ પદ માટે 1022 અને સભ્ય પદ માટે 5941 ઉમેદવારો મેદાનમાં છે.

જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદારો મતદાન કરી શકે તે માટે હોમગાર્ડથી લઈ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2000 ઉપરાંત સુરક્ષા જવાનો ખેડેપગે રહેશે. ડી.વાય.એસ.પી સહિત એસ.પી સુધીના અધિકારીઓ સતત નજર રાખશે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...